ખાસ-ખબર સંવાદદાતા
છતીસગઢના રાયપુર ખાતે વિધાનસભા ચુંટણી પ્રવાસ દરમ્યાન ભારતીય જનતા પાર્ટી દ્વારા દુર્ગ શહેરની મહત્વપૂર્ણ વિધાનસભા સ્તરની બેઠક ભાજપ જિલ્લા પ્રમુખ જીતેન્દ્ર વર્માની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકને સંબોધતા ગુજરાતના રાજકોટના ધારાસભ્ય ઉદયભાઈ કાનગડએ જણાવ્યું હતું કે દરેક કાર્યકર્તા પોતાનામાં અમૂલ્ય છે, જેમણે ઘણી ચૂંટણીઓ લડી છે. તેમના ચૂંટણી સંચાલન અને તેમના અનુભવના આધારે અમે તમામ ચૂંટણી લડીશું અને વિજય સુનિશ્ચિત કરીશું. જેમ કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર જરૂરી છે, તેવી જ રીતે રાજ્યમાં પણ ભાજપની સરકાર જરૂરી છે. કારણ કે વર્તમાન કોંગ્રેસ સરકારે છત્તીસગઢને ગુનાખોરીનો અડ્ડો બનાવી દીધો છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ જૂઠ બોલવામાં એટલા માહિર છે કે તેમણે વિશ્ર્વ રેકોર્ડ બનાવ્યો છે. આવી સરકારને જડમૂળથી ઉખેડી નાખવા સૌએ કટિબધ્ધ બનવું પડશે.