ઉમિયાધામ સિદસરના આગેવાનો, ઉદ્યોગપતિઓ, મહાનુભાવોએ માતાજીની આરતીનો લ્હાવો લીધો
ક્લબ યુવીએ મૌલેશભાઇ ઉકાણીના જન્મદિનની ઉજવણી કરી, ભવ્ય આતશબાજી
ખાસ-ખબર સંવાદદાતા
શહેરના નવા 150 ફુટ રીંગ રોડ પર રાધિકા ફાર્મ હાઉસ ખાતે ઉમિયાધામ સિદસર પ્રેરીત કલબ યુવી રાસોત્સવમાં ગઇકાલે પ્રથમ નોરતે રાસોત્સવનો ધમાકેદાર પ્રારંભ થયો હતો. તા.15 ઓક્ટો.થી 23 ઓક્ટો. દરમિયાન યોજાનારા સંસ્કારી સુરક્ષિત અને ભક્તિસભર નવરાત્રી મહોત્સવના પ્રારંભે તા. 14ને શનિવારના રોજ વેલકમ નવરાત્રીનું આયોજન વરસાદી માહોલને કારણે મોકૂફ રાખ્યા બાદ પ્રથમ નોરતે સંપૂર્ણ પારીવારીક માહોલમાં ખેલૈયાઓએ રાસોત્સવનો આનંદ માણ્યો હતો.
ક્લબ યુવી નવરાત્રી મહોત્સવના પ્રારંભે પ્રથમ નોરતે રાસોત્સવનો ધમાકેદાર પ્રારંભ થયો હતો. ક્લબ યુવીની પરંપરા મુજબ રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસમાં ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા હતા.
પ્રથમ નોરતે અતિથિ વિશેષ તરીકે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા, ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, મેનેજીંગ ટ્રસ્ટી જયેશભાઇ પટેલ, પાટીદાર ભામાશા જીવનભાઇ ગોવાણી, ઉપપ્રમુખ જગદીશભાઇ કોટડીયા, ટ્રસ્ટી રમણીકભાઇ ભાલોડીયા, નાથાભાઇ કાલરીયા, બાવનજીભાઇ મેતલીયા, દિપકભાઇ ગોવાણી, ઉમિયા યુવા ચેરી. ટ્રસ્ટના અશોકભાઇ દલસાણીયા તથા ટ્રસ્ટીઓ, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઇ ઉપાધ્યાય, ક્લબ યુવીના એડવાઇઝરી ડાયરેક્ટર સ્મિતભાઇ કનેરીયા, તથા એમ.એમ.પટેલ, નટુભાઇ ઉકાણી સહિતના આગેવાનોએ માતાજીની આરતીનો લ્હાવો
લીધો હતો.
તેમજ ક્લબ યુવી રાસોત્સવમાં ગઇકાલે પ્રથમ નોરતે સમગ્ર ટીમ દ્વારા ઉમિયાધામના ચેરમેન અને ક્લબ યુવીના એડવાઇઝરી ડાયરેક્ટર મૌલેશભાઇ ઉકાણીના જન્મદિનની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે ઉમિયાધામના જયેશભાઇ પટેલના જન્મદિનની પણ ઉજવણી કરવામાં આવી હતી. મૌલેશભાઇ ઉકાણીના જન્મદિનની ક્લબ યુવીના મેદાનમાં ભવ્ય આતશબાજી સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ક્લબ યુવી રાસોત્સવમાં ગઇકાલે પ્રથમ નોરતે વિવિધ કેટેગરી વાઇસ વિજેતા જાહેર કરાયા હતા. જેમાં ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ હદવાણી હસ્તી, પનારા રિશિકા, ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ દુદાણી સહજ, સવસાણી શાન, ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે કાસુન્દ્રા વિધી, ગોવાણી જલ, ચિલ્ડ્રન પ્રિન્સ તરીકે મકવાણા સ્નેહ, સોલીયા સોમીત, વેલ ડ્રેસ પ્રિન્સેસ તરીકે જાવીયા પરી, કાનાણી દ્રષ્ટિ, ભાલોડી એકતા, વેલ ડ્રેસ પ્રિન્સ શાપરીયા દેવ, કાલરીયા ખુશ, જાવીયા જીજ્ઞેશ, પ્રિન્સેસ તરીકે ચાંગેલા ધારા, ભાલોડી મેઘના, ડઢાણીયા ભક્તિ, પ્રિન્સ તરીકે ધુલેશિયા બ્રિજેશ, કાલરીયા રાજ, કાલરીયા દિપેન વિજેતા બન્યા હતા. વિજેતા ખેલૈયાઓને ક્લબ યુવીના એડવાઇઝરી ડાયરેક્ટર્સ મૌલેશભાઇ ઉકાણી, સ્મિતભાઇ પટેલ, કો-ઓર્ડિનેટર ડાયરેક્ટર કાંતીભાઇ ઘેટીયા, બોર્ડ ઓફ ડિરેક્ટરોએ ઇનામો આપી સન્માનીત કર્યા હતા.