જિલ્લા પંચાયત પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, સંગઠનના હોદ્દેદારો તથા મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણીની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે દેશના વડપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર તથા રાજ્યોમાં ભાજપા સરકાર દ્વારા સર્વાંગી વિકાસ હાથ ધરવામાં આવી રહ્યો છે. ત્યારે સમાજનો છેવાડાનો માનવી પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં આવે તેવા કલ્યાણકારી વિચાર સાથે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યની ભાજપ સરકાર દ્વારા અનેક વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.
સૌનો સાથ, સૌનો વિકાસ,સૌનો વિશ્ર્વાસ, સૌનો પ્રયાસ થકી દરેક સમાજ વિકાસના મુખ્ય પ્રવાહમાં આવરી લેવાય તે સરકારની નેમ છે ત્યારે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત મંજૂર થયેલ 181 લાખના ખર્ચે અણીયાળા ઢાંઢિયા રોડ, 95.3 લાખ ના ખર્ચે એસ.એચ. ટુ ઢાંઢણી ઢાંઢીયા રોડ, 276 લાખના ખર્ચે લીલી સાજડીયાડી ટુ હડમતીયા રોડનું ખાત મૂહુર્ત તથા 140 લાખના ખર્ચે નિર્માણ થયેલા એસ એચ ટુ ઢાંઢણી ઢાંઢીયા રોડ પરના બ્રીજનાં કામનું લોકાર્પણ રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી તથા પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર,પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જીલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ રાજકોટ મ્યુનિ. કોર્પો. શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, પૂર્વં રાજકોટ જીલ્લા ભાજપ પ્રભારી રક્ષાબેન બોળીયા, રાજકોટ મા.યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા, જીલ્લા ભાજપ મંત્રી વલ્લભભાઈ શેખલીયા, તાલુકા ભાજપ પ્રમુખ જે કે પીપળીયા, જીલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી વર્ષાબેન ખૂંટ વગેરે સંગઠનના હોદ્દેદારો, મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ તકે પ્રમુખ તથા મહાનુભાવોનું ગ્રામજનો દ્વારા ઉમળકાભેર પુષ્પોથી સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે ગામ થી ગામને જોડતા આ ત્રણે રોડ બનવાથી આજુબાજુના ગામ લોકોની સુવિધા અને સુખાકારીમાં વધારો થશે. તેમજ વાહન ચાલકો અને રાહદારીઓની સુગમતામાં વધારો થશે તથા ગ્રામ્ય લોકો માટે વાહન વ્યવહાર ઝડપી તેમજ સરળ બનશે આ ત્રણે રોડ ના કામ ચાલુ થતા ગ્રામ્યજનોમાં હરખની લાગણી પ્રસરી છે. આ તકે પ્રકાશભાઈ કાકડિયા, વલ્લભભાઈ મકવાણા, ભરતભાઈ મકવાણા, નરેન્દ્રસિંહ જાડેજા (મુખી) અને સરપંચો, આગેવાનો તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.