2030 પછી દર વર્ષે 2.5 લાખથી વધુ લોકોનાં જીવ જશે
આજકાલ કાળઝાળ ઉનાળો શરૂ થઈ ગયો છે.તાપમાનનો પારો 40 ડીગ્રી સેલ્સીયસને પાર જઈ રહ્યો છે. ત્યારે ભારતીય હવામાન વિભાગે લુને લઈને ચેતવણી જાહેર કરીછે. જયારે દુનિયાભરમાં લુ છેલ્લા કેટલાંક વર્ષોથી જીવલેણરૂપ ધારણ કરી ચુકી છે. WHOએ ચેતવણી આપી છે કે વર્ષ 2030 થી ગરમી,લૂ અને તેનાથી થતી બિમારીઓથી દર વર્ષે 2.5 લાખથી વધુ લોકોનાં જીવ જશે.
યુપી. ઉતરાખંડ, બિહાર, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, હરીયાણા, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, છતીસગઢ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, તેલંગાણામાં સખત ગરમીથી લોકો પરેશાન થાય છે. 40 ડીગ્રીથી વધુ તાપમાન થાય તો મેદાનોમાં હિટવેવની સ્થિતિ નિર્માણ પામે છે. 30 ડીગ્રીથી વધુ તાપમાનથી પહાડી વિસ્તારમાં લુની સ્થિતિ પેદા થાય છે.દેશના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના રિપોર્ટ અનુસાર 50 વર્ષમાં એટલે કે 1971 થી 2019 દરમ્યાન 17362 લોકોના લુના કારણે મોત થયા છે. વર્ષ 2019 માં 498 લોકાના જીવ ગયા છે.
- Advertisement -
હીટ વેવના વિસ્તારમાં ઘટાડો પરંતુ ગરમી મચક આપતી નથી
બુધવારથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે
હીટ વેવના એરિયામાં ઘટાડો થયો છે અને હવે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં યલો એલર્ટ હોવા છતાં સમગ્ર રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ બુધવારથી મહત્તમ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી જેટલો નીચે ઉતરશે અને તેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી નીચે સરકી જશે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ અમદાવાદ ડીસા ગાંધીનગર જિલ્લામાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને તેનાથી વધુ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજકોટમાં 41.3, કેશોદમાં 40.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. એ સિવાયના સૌરાષ્ટ્ર-કરછના અન્ય વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેવા પામ્યું છે.