-3 ઓગસ્ટે ફિલ્મ નિર્માતા અનુરાગે તેમની પુત્રીની આલિયા કશ્યપની સગાઈ તેના વિદેશી બોયફ્રેન્ડ સાથે કરાવી છે.
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મમેકર અનુરાગ કશ્યપની પુત્રી આલિયા કશ્યપ આજે સગાઈના તાંતણે બંધાઈ અને જલ્દી જ તે લગ્ન ગ્રંથિથી પણ જોડાશે.સગાઈના શુભ પ્રસંગે પિતા અનુરાગ કશ્યપ પોતાની પુત્રીનો હાથ પકડીને દેખાયા હતા. જે અંગેની તસ્વીર વાયરલ થઈ છે. સાથે સાથે આલિયા પણ સફેદ કપડામાં સગાઈમાં ખૂબ જ સજ્જ થઇને અદભુત લુક લાગતું હતું. નોંધનિય છે કે આજે એટલે કે 3 ઓગસ્ટે ફિલ્મ નિર્માતા અનુરાગે તેમની પુત્રીની સગાઈ તેના વિદેશી બોયફ્રેન્ડ સાથે કરાવી છે.
- Advertisement -
અનુરાગ પણ સૂટ બૂટ પહેરીને મનમોહક અંદાજમાં
મહત્વનું છે કે અનુરાગ કશ્યપની પુત્રી 22 વર્ષની છે, અને આલિયાના વિદેશી મંગેતરનું નામ શેન ગ્રેગોઇર છે. સગાઇ દરમિયાન બન્નેના કપડા મામલે વાત કરિએ તો આલિયાએ ઓફ-વ્હાઈટ કપડાં અને તેના મંગેતર શેન ગ્રેગોઇરે સફેદ કુર્તો પહેર્યો હતો. બીજી બાજુ પુત્રીના સગાઉના શુભ આવસર પર અનુરાગ પણ સૂટ બૂટ પહેરીને મનમોહક અંદાજમાં જોવા મળ્યા હતા.
- Advertisement -
ઈમ્તિયાઝ અલીની પણ હાજરી
વાત કરીએ તો આલિયા 22 વર્ષની છે અને તેનો મંગેતર શેન 23 વર્ષનો છે, બને લગભગ બે વર્ષથી એક બીજાના પરિચયમાં હોવાનુ જાણવા મળી રહ્યું છે. સગાઈના અવસર કપલે એકબીજાનો હાથ ફોટો પડાવ્યા હતા. આલિયા કશ્યપ પણ મંગેતર શેન આનંદિત મોજાજમાં જોવા મળી હતી. તો આ મંગલ પ્રસંગે હાજરી આપી ફિલ્મ નિર્માતા ઈમ્તિયાઝ અલી પણ આલિયા અને તેના શેનને આશીર્વાદ આપવા જોડાયા હતા.