માણાવદરના સહકારી આગેવાન ઝાટકિયા પૂછે છે: ખેડૂતૉ ને હવે દિવસે વીજળી મળશે એટલે શું?

વીતેલા દાયકાઓમાં ગુજરાતમાં વીજળી ની અછત હતી પણ છેલ્લા બે દાયકા દરમિયાન સરકારે બિન પરંપરાગત ક્ષેત્રે ઊર્જા વિકાસમાં સોલાર અને વિન્ડ્સ એનર્જી ની પોલિસી તૈયાર પછી બાયોમાસ એનર્જી ની પોલિસી તૈયાર કરી અમલમાં મૂકતા વીજ ઉત્પાદન અનેકગણું વધ્યું છે વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન 800 મેગાવોટ, ધુવારણ વીજમથક 75 મેગાવોટ સૌર ઉર્જા નું ઉત્પાદન કરે છે, સોલાર પાવર પોલિસી હેઠળ છેલ્લા ચાર વર્ષ માં 1925,2 મેગાવોટ નો વધારો થયો છે અને વિન્ડ પાવર પોલિસીમાં ચાર વર્ષ માં 3594,5 મેગાવોટ ક્ષમતાનો વધારો થયો છે પરિણામે વીજળી કયા વાપરવી એ પ્રશ્ર્ન ઊભો થયો છે.

આ અંગે માણાવદરના સહકારી આગેવાન દેવજીભાઇ ઝાટકિયા પૂછે છે કે દેશના દરેક નાગરિકોને ચોવીસ કલાક વીજળી મળે છે. પરંતુ માત્ર ખેડૂતોને જ રાતે વીજળી મળે છે. છેલ્લા પચીસથી રાજ કરતી સરકારે ધોર અન્યાય કર્યો છે અત્યારે ચોવીસ કલાક વીજળી આપવાની સરકાર જે વાત કરે છે તે કોઇ દયા કે દાન નથી પરંતુ માણાવદર અને રાજયના જે ઉદ્યોગ બંધ પડયા છે તેને કારણે વીજળી વધી પડી છે સોલાર ઉત્પાદન પણ વધ્યું છે પરિણામે વીજળી ખૂબજ વધી પડી છે તેને વાપરવી કયા ? આ કારણે જ મન -ક- મને છે ખેડૂતોને દિવસે પાવર આપવો જરૂરી બનતા આવો નિર્ણય લેવાયો છે પ્રથમ હજાર ગામને જ આ વીજળી મળશે બાકીના ગામોએ ત્રણ વર્ષ સુધી રાહ જોવી પડશે ખેડૂતોની આ કમનસીબી નહિ તો બીજું શું કહેવાય? તેમ અંતમાં દેવજીભાઇ ઝાટકિયા એ જણાવ્યું હતુ

  • જીજ્ઞેશ પટેલ માણાવદર