ભૂગર્ભ ગટરના પાણી STPમાં મોકલવાને બદલે પમ્પિંગ સ્ટેશનમાંથી સીધાં ખારા નદીમાં ઠલવાય છે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
35 હજારથી વધુ વસ્તી ધરાવતા માણાવદર શહેરના ભૂગર્ભ ગટરના પંપિંગ સ્ટેશનનું પાણી ખારા નદીમાં છોડાય છે. ડ્રેનેજનું પાણી સબ પમ્પીંગ સ્ટેશનથી મુખ્ય પમ્પીંગ સ્ટેશન સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ મોકલાતું હોય છે, પરંતુ માણાવદરના જડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ સબ પમ્પીંગ માંથી ઘણા સમયથી આ ગંદુ પાણી સીધું ખારા નદીમાં ઠાલવાતાં જન આરોગ્ય સાથે રીતસરના ચેડા થઈ રહ્યા છે. માણાવદર શહેરમાં ભૂગર્ભ ગટરના બે સબ પંપીંગ સ્ટેશન અને એક મુખ્ય પંપિંગ સ્ટેશન આવેલું છે જેમાંથી સબ પંપીંગ સ્ટેશનમાંથી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પાણીનું કરીને છોડવાનું હોય છે પરંતુ ઘણા સમયથી સબ પમ્પીંગ સ્ટેશન માંથી સીધું નદીમાં જ ઠાલવવામાં આવે છે આ ખારા નદીથી પાણી સીધું બાંટવા ખારા ડેમ સુધી પહોંચે છે.
- Advertisement -
ત્યારે વરસાદી પાણીમાં ભળવાથી જન આરોગ્ય જોખમાશે. ત્યારે આ પાણી બંધ કરીને મુખ્ય પમ્પીંગ સ્ટેશન ખાતે મોકલવામાં આવે તેવી માંગ ઉઠી છે. સબ પમ્પીંગ સ્ટેશનમાંથી મુખ્ય પમ્પીંગ સ્ટેશન સુધી પાણી પહોંચાડતી મુખ્ય પમ્પીંગ સ્ટેશનની હેવી ઇલેકટ્રીક મોટર આ ગંદુ પાણી ખેંચે છે પરંતુ ઘણા સમયથી આ હેવી મોટર ખરાબ થઈ જવાથી આ પરિસ્થિતિ સર્જાય છે.ત્યારે આ પમ્પીંગ સ્ટેશનોની મોટરો ખરાબ થઈ જવાથી અનેક વિસ્તારોમાં ભૂગર્ઘટના પાણી રોડ ઉપર નદીનું જેમ વહે છે ત્યારે જેને કારણે જેને કારણે માખી મચ્છરનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.આ અંગે નગરપાલિકાના કર્મચારી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અત્યારે આ પંપીંગ સ્ટેશન ખાતે 10ની જે મોટર ફીટ કરેલી છે તે પાણીની મોટર છે જેથી તે ગંદુ પાણી ખેંચી શકે નહીં જ્યારે ભૂગર્ભ ગટરની જે સ્પેશિયલ મોટર આવે તે ફીટ કરવામાં આવે તો જ નદીમાં ભળતું આ ગંદુ પાણી રોકી શકાય.