નગરપાલિકા ખાતે ભાડુઆત છતાં ઇમ્પેક્ટ અરજી કરતા મૂળ માલિકે વાંધો લીધો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
ધ્રાંગધ્રા શહેરના વિવાદિત ડોકટર હાઉસ હોસ્પિટલ ખાતે હવે નગરપાલિકાની આખરી નોટિસ બાદ ટૂંક સમયમાં આ ડોકટર હાઉસ ભૂતકાળ બની જાય તેવી સ્થિતિ ઉદભવ થઈ છે ત્યારે ડોકટર હાઉસના સંચાલક ડો.આશિષ શાહ દ્વારા વર્ષોથી ટ્રસ્ટની જમીન સામાન્ય ભાડા પેટે રાખી હવે આ જમીનના માલિક બનવાનું સ્વપ્ન ધૂંધળું થતું નજરે પડતા હવામાં હાથ પગ ફફડાવાનું શરૂ કરી દીધું છે. ડોકટર હાઉસના સંચાલકને પાચ વર્ષ પહેલાં છત પર લગાવેલા ગેરકાયદેસર શેડ હટાવવા મામલે આપેલી નોટિસની અવગણના કરી હતી છતાં તે સમયે નગરપાલિકા દ્વારા માત્ર એક નોટિસ આપી કોઈ કાર્યવાહી નહિ કરતા પોતાને સર્વત્ર ગણતા ડોકટર હાઉસના સંચાલક પાચ વર્ષ બાદ રાજકોટના ટી.આર.પી અગ્નિકાન્ડ પછી આપેલી નોટિસને પણ અગાઉની માફક સામાન્ય કાગળનો ટુકડો ગણીને કચરામાં ફેંકી દીધો હતો પરંતુ આ વખતે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરતા બીજી નોટિસ પણ આપી હતી જેમાં ડોકટર હાઉસ ખાતે જર્જરિત ઇમારત મામલે પણ ઉલ્લેખ કરાયો હતો પરંતુ ડોકટર હાઉસના ઇમારતનું સ્ટ્રકચર સ્ટેબિલીટી સર્ટિફિકેટ રજૂ કરી તેમાંથી બચી ગયા બાદ છત પર લગાવેલ ગેરકાયદેસર શેડના માત્ર પતરા ઉતારી લોખંડની એંગલનું ઢાચુ યથાવત રાખ્યું હતું
- Advertisement -
જ્યારે બીજી નોટિસના લેખિત જવાબમાં ડો.આશિષ શાહ પોતાના ઇમારતમાં બિ.યું પરમિશન નહીં હોવાનું સ્વીકારતા બકરી ડબ્બામાં આવી જાય તેવી સ્થિતિ નિર્માણ થઇ હતી અને વર્ષો સુધી બી.યુ પરમિશન વગર જ આ હોસ્પિટલ ધમધમતી હોવાનું ખુલવા પામ્યું હતું જેથી નગરપાલિકા દ્વારા ત્રીજી નોટીસમાં હોસ્પિટલની વપરાશ બંધ કરવાની લેખિત જાણ કરવા છતાં બકરી બરફ ખાઈ ગઈ હોય તેમ મૂંઝાયેલા ડોકટર હાઉસના સંચાલકે રાજકીય નેતાઓના પગ પકડ્યા હતા પરંતુ અંતે નગરપાલિકા દ્વારા આખરી નોટિસ અને એક મહિનાની મર્યાદા સાથે આવનારી 18 ઓક્ટોમ્બર સુધીમાં ડોકટર હાઉસ હોસ્પિટલના વપરાશ બંધ કરવા અન્યથા શીલ મારવાની કામગીરી હાથ ધરવાનું સ્પષ્ટ પણે જણાવતા હવે ડોકટર હાઉસના સંચાલક ડો.આશિષ શાહને રીતસરનો પરસેવો વળી જતાં હવામાં હાથ પગ ચલાવતા પોતે ઇમારતના ભાડુઆત હોવા છતાં પણ ઇમ્પેક્ટ કાયદા મુજબ બિ.યુ પરમિશન માટે નગરપાલિકાને અરજી કરી હતી આ તરફ “મોતીલાલ મૂળચંદ”થી ઓળખાતી ઇમારત જે સંસ્થાની હોય તેના મૂળ માલિક દ્વારા નગરપાલિકાને સંચાલક દ્વારા ભાડુઆત છતાં પોતાના નામથી મુકેલ ઈમ્પેક્ટ ફાઈલની અરજી સામે વાંધો રજૂ કરતાં ઈમ્પેકટ અરજી રદ થાય અને આગામી સમયમાં ડોકટર હાઉસ હોસ્પિટલને શીલ લાગે તેવી સ્થિતિ ઉદભવ થઈ છે.
મોતીલાલ મૂળચંદ સંસ્થા કઈ રીતે ડૉકટર હાઉસ બન્યું ?
વર્ષો પૂર્વે મોતીલાલ મૂળચંદ સંસ્થા દ્વારા અહી રાહતદરે આરોગ્ય લક્ષી કાર્યો થતાં હતાં જેમાં ડો.આશિષ શાહને રાહત દરે આરોગ્ય લક્ષી કાર્યો કરવાની સંસ્થા દ્વારા મૌખિક પરવાનગીથી ઇમારત ભાડે આપી હતી જેથી મોતીલાલ સંસ્થાની ઇમારતના ડોકટર હાઉસ નામકરણ સાથે ડો.આશિષ શાહે ખાનગી હોસ્પિટલમાં દર્દીઓના ગળા કરવાનું શરૂ કર્યું અને ગરીબ તો દૂર શ્રીમંત પણ આંચકો મારી જાય તે પ્રકારે દર્દીઓ પાસેથી ફી વસૂલવાની શરૂ કરી હતી.
- Advertisement -
ડૉકટર હાઉસ અને તેના સંચાલક અનેક વખત વિવાદોમાં સપડાયા છે
ડોકટર હાઉસની ઇમારત ભાડા પેટે રાખી બાદમાં માલિક બનવાનું સ્વપ્ન તો હવે લગભગ પૂર્ણ નહિ થાય પરંતુ હાલમાં જ હોસ્પિટલના નજીક ઉકરડામાં કેટલીક મેડિકલ વેસ્ટ અને એક્સપાયરી દવાઓનો જથ્થો મળી આવતા જી.પી.સી.બી દ્વારા તપાસ કરતા હોસ્પિટલના કોમ્પ્યુટરમાંથી દવાઓની હિસ્ટ્રી મળી હતી જોકે બાદમાં વહીવટીયા ખેલથી બધું જ ભીનું સંકેલ્યું હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યું હતું. પરંતુ આજદિન સુધી મેડિકલ વેસ્ટ અને દવાઓના જથ્થા મામલે તંત્રે કોઈ ખુલાસો કર્યો નથી .