મહિલા કલ્યાણ દિનની ઉજવણી અન્વયે મહિલા જાગૃતિ શિબિરનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.8
સુરેન્દ્રનગર મહિલા કોલેજ ખાતે મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહ અન્વયે “મહિલા કલ્યાણ દિન”ની ઉજવણી અને મહિલા જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 181 મહિલા હેલ્પલાઇન, પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટર, ઘરેલું હિંસા અધિનિયમ, સખી” વન સ્ટોપ સેન્ટર, સાયબર ક્રાઇમ, સાઇબર સેફટી, સોશ્યલ મીડીયાનો ઉપયોગ તેમજ જીવન કૌશલ્ય સહીતની મહિલાલક્ષી જરૂરી જાણકારી આપવામાં આવી હતી.
- Advertisement -
કાર્યક્રમની શરૂઆત કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. જિલ્લા મિશન કોર્ડીનેટર જલ્પાબેન ચાંદશેરા દ્વારા શાબ્દીક સ્વાગત તેમજ પ્રાસંગિક રૂપરેખા આપવામાં આવી હતી. મહિલા અંગે પ્રાધાન્ય આપતી સરકાર અને મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.