અંબાજી મંદિરના મહંતપદ બાબતે કોટેચાનું દોઢ ડહાપણ સંત સમાજને ખૂંચી રહ્યું છે
સાધુઓના વિવાદમાં વચ્ચે પડી મોટા ભા બનવા ગયેલા ગિરીશ કોટેચાનો ઉધડો લેવાઈ ગયો!
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ભવનાથ તળેટીમાં ચાલી રહેલાસાધુઓના વિવાદ મુદ્દે થોડા દિવસ પૂર્વે જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ નિવેદન કર્યા હતા. ગિરીશ કોટેચાના નિવેદન મુદ્દે ભૂતનાથના મહંત મહેશગિરીએ ગિરીશ કોટેચાને આયનો દર્શાવતા કહ્યું છે કે, ‘તમે એક બાથરૂમ બનાવી શકતા નથી અને જૂનાગઢનો ઠેકો લીધો હોય તેમ કોઈપણ વાતમાં બફાટ કરવા લાગો છો. ભવનાથ મંદિર ધાર્મિક ટ્રસ્ટ હોવા છતાં તેને સાર્વજનિક ટ્રસ્ટ બનાવી તેમાં ટ્રસ્ટી બની મંદિર હડપ કરવાનો કોટેચાએ પ્રયાસ કર્યો.’ ભૂતનાથના મહંત મહેશગિરીએ જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પર આક્ષેપો કરતા કહ્યું કે, ‘જ્યારે કોઈ મુર્ખતાપૂર્વકની વાત કરવાની હોય તેમાં પાર્ટીએ પડવું ન હોય ત્યારે એક વ્યક્તિને આગળ કરી દે છે અને એ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા.
તું છે કોણ, તું કોઈ શંકરાચાર્ય છે? બંને સાધુ શાંત થાવ એમ કહીં હાથ ઊંચા કરી આર્શીવાદ આપવા માંગે છો, તું છે શું? રાજકારણવાળા તમામ આ બાબતથી દૂર રહેજો, અમારો મામલો છે અમે જોશું તંત્ર અને સરકાર જોઈ લેશે, તે જૂનાગઢનો ઠેકો લઈ રાખ્યો છે, ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે.’
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢના અંબાજી મંદિરમાં મહંતની ગાદીને લઈને કેટલાય દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. પરતું આ વિવાદ હવે પોતાની ચરમસીમાએ પહોંચ્યો છે. આ મામલે ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી ફરી એકવાર આકરા પાણીએ થયા હોવાનું સામે આવ્યું છે. હરિગિરી બાપુ અને મહેશગિરી બાપુ વચ્ચે ચાલી રહેલો વિવાદ વઘુ ઘેરાયો છે ત્યારે જૂનાગઢ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાની સલાહને લઈ મહેશગિરી બાપુ લાલઘૂમ થઈ ગયા હતા. સાધુઓના વિવાદમાં વચ્ચે પડી મોટા ભા બનવા ગયેલા ગિરીશ કોટેચાનો ઉધડો લેવાઈ ગયો હતો.
‘પુરી-શાક વેંચીને બંગલા ન બનાવી શકાય, કૌભાંડના લિસ્ટમાં પહેલું નામ ગિરીશ કોટેચા તારું’
આક્રમકતાપૂર્વક મહેશગિરીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ‘જૂનાગઢ બદનામ થઈ રહ્યું છે તે શું જૂનાગઢનું નામ કમાવ્યું, પરિક્રમા સમયે 14થી 16 વર્ષની સગીરાને બાથરૂમ ન મળતા તેમના કપડામાં જ બાથરૂમ થયું હતું. ત્યારે ગિરનારના ડોળી વાળા અને દુકાનદારોએ આડશ કરીને કપડા બદલાવવા મદદ કરવી પડી હતી, એક બાથરૂમ તું બનાવી શક્યો નથી, જૂનાગઢનું સત્યાનાશ થયું છે. તેમાં મુખ્ય ફાળો કોનો છે તે વિચારવું પડશે, પુરી-શાક વેંચીને બંગલા ન બનાવી શકાય, કૌભાંડના લીસ્ટમાં પહેલું નામ તારૂં છે.’
ગિરીશ કોટેચા એક શૌચાલય બનાવી નથી શકતો અને અમને સલાહ દેવા નીકળ્યો છે, મહેશગિરીએ લાલઘૂમ બની આકરા પ્રહાર કર્યા
ગિરીશ કોટેચાએ ભવનાથ મંદિર હડપવા પ્રયાસ કર્યો
મહંત મહેશગિરી જણાવ્યું હતું કે, ‘ગિરીશ કોટેચા શા માટે આવું બોલ્યો તેની નસ પકડાઈ ગઈ છે. ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે. આ હડપવું હતું એટલે આ ધાર્મિક ટ્રસ્ટમાં સાર્વજનિક ટ્રસ્ટ બનાવી પોતે ટ્રસ્ટી બનવા માટે અપીલ કરી છે. શૈલજાદેવીને પણ ચિમકી આપી હતી કે, મારે તમારા વિશે કંઈ કહેવું નથી તમે મૌન રહેજો નહીંતર હું બધાની ફાઈલો ખોલીશ. હું જૂનાગઢના રાજકારણમાં ઘૂસ્યો નથી, રાજકારણની વાત કરી નથી, હું ગિરનાર અને ધર્મ સિવાય કંઈ વાત કરતો નથી.’
‘જૂનાગઢનું સત્યાનાશ થયું, ભાજપ આવા માણસોને પાર્ટીમાંથી કાઢે’
ભાજપે આવા માણસોને પાર્ટીમાંથી બહાર કાઢી નાખવા અંગે મહેશગિરીએ જણાવ્યું હતું કે, ‘ભાજપના મોવડી મંડળને કહું છું કે, આવા માણસને પાર્ટીમાં રાખો છો જેના લીધે તે બહારથી આવા માણસોને લાવી પાર્ટી, જૂનાગઢ અને ધર્મને બદનામ કરે છે, સાધુ-સંતોને સલાહ આપે છે, સફાઈ અભિયાન શરૂ થયું છે તેના ભાગરૂપે કોના પરમાં કયા કર્મચારીઓ કામ કરતા હતા એ બધુ બોલવું નથી, શાંતી રાખો અને જો હવે કોઈ નિવેદન આવ્યું તો જૂનાગઢમાં ઘૂસી અને કોણ કોના કામમાં પાર્ટનર છે, તળાવમાં શું ભૂમિકા ભજવી છે, પુરી-શાકમાં બંગલા બને નહીં.’ આમ, ગિરીશ કોટેચાને મહેશગિરિએ આડેહાથ લેતા જૂનાગઢ સહિત ગુજરાતભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.
મહેશગિરીના આક્ષેપોને ફગાવતાં ગિરીશ કોટેચા
જૂનાગઢનાં ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાએ આજરોજ મહેશગિરિના આક્ષેપો ફગાવી દીધાં હતાં. તેમણે મહેશગિરિ પર અનેક વળતાં આક્ષેપો કર્યા હતાં. કોટેચાએ દાવો કર્યો હતો કે, ‘મેં ઉપરકોટના વિકાસ માટે અને નરસિંહ સરોવર માટે તથા ભૂગર્ભ ગટર માટે ખૂબ કામ કર્યાં છે.’
‘જૂનાગઢનું સત્યાનાશ થયું, ભાજપ આવા માણસોને પાર્ટીમાંથી કાઢે’
ભાજપે આવા માણસોને પાર્ટીમાંથી બહાર કાઢી નાખવા અંગે મહેશગિરીએ જણાવ્યું હતું કે, ‘ભાજપના મોવડી મંડળને કહું છું કે, આવા માણસને પાર્ટીમાં રાખો છો જેના લીધે તે બહારથી આવા માણસોને લાવી પાર્ટી, જૂનાગઢ અને ધર્મને બદનામ કરે છે, સાધુ-સંતોને સલાહ આપે છે, સફાઈ અભિયાન શરૂ થયું છે તેના ભાગરૂપે કોના પરમાં કયા કર્મચારીઓ કામ કરતા હતા એ બધુ બોલવું નથી, શાંતી રાખો અને જો હવે કોઈ નિવેદન આવ્યું તો જૂનાગઢમાં ઘૂસી અને કોણ કોના કામમાં પાર્ટનર છે, તળાવમાં શું ભૂમિકા ભજવી છે, પુરી-શાકમાં બંગલા બને નહીં.’ આમ, ગિરીશ કોટેચાને મહેશગિરિએ આડેહાથ લેતા જૂનાગઢ સહિત ગુજરાતભરમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે.
મહંત મહેશગિરીએ ગિરીશ કોટેચાને આયનો દર્શાવી બફાટ બંધ કરવાની સલાહ આપી