ફિલ્મ સ્ટાર્સને પણ નથી મળતી આટલી ફી!
ખાસ-ખબર સંવાદદાતા
સાઉથ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મહેશ બાબુ અને બોલીવુડ એક્ટ્રેસ નમ્રતા શિરોડકરની સુંદર દીકરી સિતારા હાલ ચર્ચામાં છે. સિતારા તાજેતરમાં જ ટાઇમ્સ સ્ક્વેર પર દેખવનાર પ્રથમ સ્ટારકીડ બની છે. હાલમાં જ તેણે એક જ્વેલરી બ્રાન્ડ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. જે ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં બતાવવામાં આવ્યું છે. આ ફોટોશૂટ માટે સિતારાએ બોલીવુડના એક્ટર જેટલી ફી લીધી હતી.
- Advertisement -
મહેશ બાબુ અને નમ્રતા શિરોડકરની પુત્રી સિતારાએ 11 વર્ષની ઉંમરે એવું કરી બતાવ્યું છે જેના કારણે દરેકને તેના પર ગર્વ છે. તાજેતરમાં સિતારાએ એક જ્વેલરી બ્રાંડ માટે ફોટોશૂટ કરાવ્યું છે. આ બ્રાન્ડે તેને પોતાનો એમ્બેસેડર પણ બનાવ્યો છે. આ ફોટોશૂટ માટે સિતારાએ 1 કરોડ રૂૂપિયાની મોટી રકમ લીધી છે. જે ઈન્ડસ્ટ્રીની ઘણી અભિનેત્રીઓની ફી બરાબર છે.
સિતારાનું આ ફોટોશૂટ 4 જુલાઈએ ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેરમાં બતાવવામાં આવ્યું હતું. આમ કરનાર તે સૌથી નાની વયની સ્ટાર કિડ બની ગઈ છે. તેની ફોટોસ સોશ્ર્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ પહેલા સિતારા તેના પિતા મહેશ બાબુની ફિલ્મ ’સરકરુ વારી પાટા’ના એક ગીતમાં પણ જોવા મળી હતી. આ પહેલી વાર હતું જયારે સિતારા સ્ક્રીન પર દેખાઈ હતી.