છતીસગઢના પુર્વે સીએમ ભુપેશ બધેલની સામે મહાદેવ બેટીંગ એપ મુદે રાયપુરની આર્થિક ગુના શાખાએ બધેલ અને તેમની સામે એફઆઈઆર નોંધી છે.
મહાદેવ બેટીંગ એપ મુદે લોકસભાની ચુંટણી પહેલા જ છતીસગઢના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભુપેશ બધેલની મુશ્કેલીમાં વધારો થયો છે. પોલીસે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભુપેશ બધેલ સામે ગુનો નોંધ્યો છે. ભુપેશ બધેલના વિરુદ્ધ પોલીસે છેતરપીંડી, ગુનાહીત કાવતરુ અને વિશ્વાસઘાતને સંબંધીત વિવિધ ધારાઓ તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 અને 11 હેઠળ એફઆઈઆર દાખલ કરી છે. એફઆઈઆરમાં ભુપેશ બધેલ ઉપરાંત મહાદેવ બેટીંગ એપના પ્રમોટર સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ સહિત અન્ય 20 લોકોના નામનો સમાવેશ થાય છે.
- Advertisement -
છતીસગઢના પુર્વે સીએમ ભુપેશ બધેલની સામે મહાદેવ બેટીંગ એપ મુદે રાયપુરની આર્થિક ગુના શાખાએ બધેલ અને તેમની સામે એફઆઈઆર નોંધી છે. આ મામલામાં આઈપીસી 120બી, 34, 406, 420, 467, 468 અને 471 અન્વયે ગુનો નોંધ્યો છે.
ભુપેશ બધેલ અને અન્ય 21 જણ સામે ચોથી માર્ચના ગુનો નોંધ્યો હતો, તેથી ચુંટણી પહેલા બધેલની સામે આ કેસ કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. મહાદેવ બેટીંગ એપ ઓનલાઈન સટ્ટાબાજી માટે બનાવામાં આવેલી એપ છે. આના પર યુઝર્સ પોકર, કાર્ડ ગેમ્સ જેવી લાઈમ ગેમ્સ રમતા હતા. આ એપના માધ્યમથી ક્રિકેટ બેડમીન્ટન, ટેનિસ, ફુટબોલ જેવી રમતોમાં ગેરકાયદે સટ્ટાબાજી પણ થતી હતી.
આ નેટવર્કના માધ્યમથી એપની જાળ ખૂબ ઝડપથી ફેલાઈ રહી હતી અને સૌથી વધુ ખાતા છતીસગઢમાં ખોલ્યા હતા. આમ તો મહાદેવ બેટીંગ એપ ઘણી બ્રાન્ચથી ચાલતી હતી અને દરેક બ્રાન્ચને સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ ફ્રેન્ચાઈઝીના રૂપમાં વેચતા હતા. યુઝર્સને માત્ર શરૂઆતમાં ફાયદો બાદમાં નુકશાન જતું હતું અને ફાયદાનો 80 ટકા હિસ્સો બન્ને પોતાની પાસે જ રાખતા હતા. એપનું એલ્ગોરિધમ એ રીતે કામ કરતું હતું કે એમાં માત્ર 30 ટકા ગ્રાહક જીતતા હતા.
- Advertisement -