મચ્છર જન્ય રોગચાળો ના ફેલાય એ માટે 3342 ઘરોમાં ફોગિંગ કરાયું
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રોગચાળામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. વાયરલ તાવના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પણ દર્દીઓની ભીડ ઉભરાવવા લાગી છે. હાલમાં મિશ્ર ઋતુ હાલમાં અનુભવાઈ રહી છે, આ દરમિયાન રોગચાળાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગયા અઠવાડિયે ડેન્ગ્યુના 9 કેસ, મેલેરીયાનો 1 અને ચીકનગુનીયાના 8 કેસ જોવા મળ્યા હતા. જ્યારે ઝાડા ઉલટીના 180, શરદી ઉધરસના 822 અને સામાન્ય તાવના 54 કેસ નોંધાયા હતા.
આ રોગચાળા દ્વારા ઊભા થતા જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ મેલેરિયા ફિલ્ડવર્કર – 56, અર્બન આશા વર્કરો 415 અને વી.બી.ડી વોલેન્ટીયર્સ – 115 દ્વારા 23/10/23 થી તા.29/10/23 દરમિયાન પોરાનાશક કામગીરી હેઠળ 67,650 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલી છે. તથા 3342 ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલી છે.
આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય 449 પ્રીમાઇસીસ(બાંઘકામસાઇટ, સ્કૂદલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ /વાડી / પાર્ટી પ્લોટ, ઘાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારીકચેરીવગેરે)નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલો છે. જેમાં મચ્છર ઉત્પતિ સબબ રહેણાંકમાં 207 અને કોર્મશિયલ 37 આસામીને નોટિસ તથા 32 આસામી પાસેથી 30 હજાર નો વહીવટી ચાર્જ વસુલાત કરવામાં આવેલો છે.