વન વિભાગે દીપડાને ઝડપી સાસણ સેન્ટર ખાતે મોકલી આપ્યો
ખાસ-ખબર સંવાદદાતા
તાલાલા તાલુકાનાં જશાપુર ગીર ગામે ખેડુત તથા ખેતરમાં કામ કરવા ગયેલ ચાર શ્રમજીવી ઉપર હિંસક દિપડો ત્રાટકતા જશાપુર ગીર ગામના ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. જશાપુર ગીર ગામની ગાત્રાળીયા ધાર વિસ્તારમાં આવેલ નારણભાઈ વેલજીભાઈ ભંડેરી તેમના કેસર કેરીના બગીચામાં કામગીરી કરાવવા ચાર શ્રમજીવીઓને લઈ તેમના બગીચા ઉપર ગયેલ અને સાથે લઈ ગયેલ ટિફિન બગીચામાં આવેલ મકાનની ઓસરીમાં મુકતાં હતાં આ દરમ્યાન રાત્રે મકાનની ઓસરીમાં ઘુસી ગયેલ દિપડાએ ખેડૂત તથા ચાર શ્રમજીવી ઉપર છલાંગ લગાવી હુમલો કરેલ જેમાં નારણભાઈ ભંડેરી ઉ.વ.70 તથા શૈલેષભાઈ રૂડાભાઈ ઉ.વ.40 ને ગંભીર ઈજા થઈ હતી.બંનેને તુરંત સારવાર માટે તાલાલા હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ હોસ્પિટલ ખસેડવામાં આવેલ જયારે ખેડૂત તથા ચાર શ્રમજીવી સહિત પાંચ લોકો ઉપર દિપડો ત્રાટકતાં આતંક મચાવનાર દિપડાને પકડવા તાલાલા વનવિભાગ અધિકારી અને તેની ટિમ સાથે સ્થળે દોડી ગઈ હતી.અને દીપડાને ટ્રાઈન્કયુલાઈઝર ગનથી દિપડાને બેશુદ્ધ કરી પકડી પાડીને સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલી આપેલ હતો.