ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા હી સેવા કેમ્પેઇન અંતર્ગત કોડીનાર નગરપાલિકા દ્વારા દિવાળીની મેઇન બજારની સફાઇ, છારા ઝાપા વિસ્તાર સહિતના વિસ્તારની સ્વચ્છતા ઝુંબેશના ભાગરૂપે સાફ સફાઇ કરવામાં આવી હતી.
સ્વચ્છતા હિ સેવા સફાઇ અભિયાન હેઠળ, કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરમાં દિવાળીની મેઇન બજારની સફાઇ, છારા ઝાપા વિસ્તાર ની સફાઇ તેમજ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
અને કાગળો,કોથળી ,પ્લાસ્ટિક ,બોટલો નકામો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો અને રખડતાં ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી હતી.