ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્ય સ્તરે સિપાઈ સમાજને માટે કાર્યરત સંસ્થા સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં જ સિપાઈ સમાજની વિધવા બહેનો માટે વિધવા સહાય યોજનાની શરૂઆત કરવામાં આવી છે.
આ યોજનાનો લાભ ફકત સિપાઈ સમાજની વિધવા બહેનોને જ મળશે. આ યોજનાનો લાભ સિપાઈ સમાજની કોઈપણ ઉંમરની વિધવા બહેનો લઈ શકે છે. જે બહેનો સરકાર તરફથી મળતી વિધવા સહાય (પેન્શન) મળતું હોય તે પણ આ યોજનાનો લઈ શકશે. જે વિધવા બહેનનો દીકરો 21 વર્ષનો થઈ ગયો છે તેને આ વિધવા સહાય યોજનાનો લાભ મળશે નહીં, પરંતુ દીકરો અસ્થિર મગજનો, વિકલાંગ અથવા કમાવાલાયક ન હોય તો આ યોજનાનો લાભ લઈ શકશે. વધુમાં સત્તા સંસ્થાની રહેશે. વિધવા સહાય યોજનાનું ફોર્મ સંસ્થાના કાર્યકરો પાસેથી મેળવી શકાશે.
- Advertisement -
ઉપરાંત સંસ્થાની વેબસાઈટ www.sipaisamajtrust.org પર જઈ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી ભરી શકશે.સિપાઈ સમાજ ટ્રસ્ટને દાતાઓ દ્વારા જે ફંડ મળશે તેને સંસ્થા દ્વારા કારોબારી નક્કી કરે તે મુજબ અરજદાર વિધવા બહેનોને ચેક દ્વારા અથવા ડાયરેક્ટ બેંકના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ યોજનાની વધુ માહિતી માટે રાજકોટ શહેરમાં આસીફભાઈ સિપાઈ 8460678692, મોહસીનખાન પઠાણ, મુશરફભાઈ મોગલ 7778956739, પરવેજભાઈ કુરેશી 9714975585, હનીફભાઈ મોગલ, હુસેનભાઈ શેખ, ઈરફાનભાઈ મોગલ અથવા સંસ્થાના પ્રમુખ ડો. અવેશભાઈ એ. ચૌહાણનો મો. 9824243218 પર સંપર્ક કરવો.