ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.14
વાંકાનેર શહેરનાં લોકોને ઉનાળામાં પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે આજે વાંકાનેર નગરપાલિકા દ્વારા પાણીનાં બોરનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે વાંકાનેર નગરપાલિકા ચીફ ઓફિસર સરૈયા, વાંકાનેર નગરપાલિકા પ્રમુખ ડિંપલબેન સોલંકી, વાંકાનેર નગરપાલિકા કાઉન્સિલરો તેમજ બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. અને બોરનાં સ્થળે જીતુભાઈ સોમાણી પોતે હાજર રહી અને સતત મોનીટરીંગ કરેલ હતું
વાંકાનેરમાં પાણીની સમસ્યા હલ કરવા પાણીના બોરનું ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્હસ્તે ખાતમુહૂર્ત
