જરૂરિયાત કરતાં ચારગણો ઑક્સિજન માંગી ને કેજરીવાલે 12 રાજ્યોની સપ્લાય રોકી, અનેક દર્દીઓનાં પ્રાણ લીધા
જીવલેણ રાજકારણ
સુપ્રીમ કોર્ટને સોંપાયેલા રિપોર્ટમાં સનસનીખેજ અને શરમજનક ખુલાસાઓ: ઓક્સિજનની સપ્લાય પર્યાપ્ત હતી પણ કેજરીવાલ પાસે વિતરણનું આયોજન જ નહોતું
ખાસ-ખબર સંવાદદાતા
સુપ્રીમ કોર્ટની એક પેનલે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે દિલ્હી સરકારે કોરોના સંકટના પીક પર જરૂર કરતાં 4 ગણા વધુ ઓક્સિજનની માંગ કરી. જેની 12 રાજયોના સપ્લાય પર અસર પડી. દિલ્હી સરકારે કોરોનાની બીજી લહેરના સમયે કેન્દ્ર પાસેથી 1,140 મેટ્રિક ટન ઓક્સિજનની માંગ કરી હતી. રિપોર્ટ મુજબ તે દિલ્હીની જરૂરિયાત કરતાં 4 ગણો વધુ છે. દિલ્હીમાં તે સમયે જેટલા ઓક્સિજન બેડ હતા, તે હિસાબે દિલ્હીને 289 મેટ્રિક ટન ઓક્સિજનની જ જરૂરિયાત હતી. પેનલનો રિપોર્ટ સામે આવ્યા બાદ ભાજપે કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. દિલ્હીથી ભાજપના સાંસદ ગૌતમ ગંભીરે કહ્યું કે જો કેજરીવાલમાં શરમ બચી હોય તો તેણે દેશની માફી માંગવી જોઈએ.
જસ્ટિસ ડિવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ એમઆર શાહની બેન્ચે 12 સભ્યોની ટાસ્ક ફોર્સ બનાવી હતી. કોર્ટે કમિટીથી ઓક્સિજનના સપ્લાય અને માંગ પર ઓડિટ રિપોર્ટ માંગ્યો હતો. કમિટીમાં દેશના જાણીતા 10 ડોકટરો ઉપરાંત 2 સરકારી અધિકારી સામેલ છે. કોર્ટે કમિટીને રિપોર્ટ આપવા માટે 6 મહીનાનો સમય આપ્યો હતો.
- Advertisement -