જમ્મુ-કાશ્મીરમાં પંડિતોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. કુલગામના ગોપાલપુરામાં મંગળવારે શંકાસ્પદ આતંકવાદીઓએ એક પંડિત મહિલાને ગોળી મારી દીધી હતી. શિક્ષિકા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ ત્યાં તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટના બાદ સુરક્ષા દળો દ્વારા સમગ્ર વિસ્તારને ઘેરી લેવા માટે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
- Advertisement -
કાશ્મીર પોલીસના અધિકારીએ જણાવ્યું કે કુલગામના ગોપાલપુરા વિસ્તારમાં આતંકવાદીઓએ એક મહિલા શિક્ષક પર ગોળીબાર કર્યો. શિક્ષકનું નામ રજનીબલ છે. તે સાંબાની રહેવાસી હતી અને તેના પતિનું નામ રાજકુમાર છે. આ સમયે તેણી કુલમના ચવલગામમાં હતી અને તેની ફરજ ગોપાલપુરામાં ચાલી રહી હતી.
જમ્મૂ-કાશ્મીર પોલીસએ આ બાબતે જણાવ્યુ કે, ઘટનાસ્થળને સીલ કરવામાં આવ્યો છે, અને સર્ચ ઓપરેશન ચાલુ છે. લેડી ટીચર પર ગોળી ચલાવનાર આતંકીવાદીની ઓળખ થઇ ગઇ છે. સેના તેને શોધી રહી છે.
J&K | Terrorists fired upon a woman teacher at High School Gopalpora area of Kulgam. In this terror incident, she received critical gunshot injuries, being shifted to hospital. Area has been cordoned off. Further details shall follow: Kashmir Zone Police
- Advertisement -
— ANI (@ANI) May 31, 2022