વર્ષ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન દેશ માટે બલિદાન આપનાર સૈનિકોની બહાદુરી અને વીરતાને શ્રદ્ધાંજલિ આપવા માટે દર વર્ષે 26 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ ઊજવવામાં આવે છે. આ દિવસ ‘ઓપરેશન વિજય’ની જીતની ઊજવણી છે. વર્ષ 1999માં કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાન પર મહત્ત્વપૂર્ણ સૈન્ય જીત મેળવી હતી. જમ્મુ કાશ્મીના કારગિલ જિલ્લામાં LOC પર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ લડવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ ‘ઓપરેશન વિજય’ હેઠળ પાકિસ્તાની સૈનિકોને ખદેડીને ‘ટાઈગર હિલ’ અને આસપાસની મહત્ત્વપૂર્ણ ચોકીઓ પર કબ્જો કરીને ત્રિરંગો લહેરાવ્યો હતો.
આ યુદ્ધ બે દક્ષિણ એશિયાઈ પાડોશીએ વચ્ચે થયેલ મુખ્ય સંઘર્ષમાંથી એક છે, જેના પરિણામસ્વરૂપે જીવન અને સંસાધનને ખૂબ જ નુકસાન પહોંચ્યું હતું. આ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે લડાયેલ છેલ્લુ યુદ્ધ હતું. આ વર્ષે કારગિલ વિજય દિવસની 24મી વર્ષગાંઠ છે.
- Advertisement -
કારગિલ વિજય દિવસ ઈતિહાસ
કારગિલ વિજય દિવસે ભારતીય સૈનિકોના બલિદાનને યાદ કરવામાં આવે છે. મે-જુલાઈ 1999 દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું. આ દિવસ ‘ઓપરેશન વિજય’ની જીતની ઊજવણી છે. 5,000 પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓએ ભારતીય ક્ષેત્રમાં ઘુષણખોરી કરી ત્યારે કારગિલ યુદ્ધ શરૂ થયું હતું. તત્કાલીન પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફે તત્કાલીન પ્રધાનમંત્રી નવાઝ શરીફની જાણકારી વગર નિયંત્રણ રેખા LOC પર ઉંચાઈવાળા ક્ષેત્રોમાં રણનૈતિક ક્ષેત્રો પર કબ્જો કરી લીધો હતો. જે ભારત અને પાકિસ્તાન વચ્ચે વાસ્તવિક સીમા તરીકે કાર્યરત છે.આ યુદ્ધને કારણે ભારતીય સૈનિકો આક્રોશથી ભરાઈ ગયા હતા. પાકિસ્તાને ઘુષણખોરી કરી હતી અને શિમલા સમજૂતીનું ઉલ્લંઘન કર્યું હતું. બંને દેશો વચ્ચે શાંતિ જળવાય તે માટે વર્ષ 1972માં બંને દેશોએ શિમલા સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. શ્રીનગરથી લેહને જોડતા મહત્ત્વપૂર્ણ રાજમાર્ગ પર કબ્જો મેળવવા માટે પાકિસ્તાને ઘુષણખોરી કરી હતી. જેથી ભારતની સુરક્ષા માટે અને લદ્દાખ સુધી પહોંચવાના માર્ગ પર મહત્ત્વપૂર્ણ જોખમ ઊભું થયું હતું. ભારત સરકારે પાકિસ્તાની સેના અને આતંકવાદીઓને ખદેડવા અને ઘુસણખોરી કરેલ વિસ્તાર પરત મેળવવા માટે 26 મે 1999ના રોજ ‘ઓપરેશન વિજય’ની શરૂઆત કરી. ભારતીય વાયુસેનાના સહયોગથી ભારતીય સેનાએ પાકિસ્તાની ઘુસણખોરોને ખદેડવા માટે પડકારજનક વિસ્તારમાં અને ખરાબ વાતાવરણમાં પણ બહાદુરીથી યુદ્ધ લડ્યું હતું. યુદ્ધ દરમિયાન જમીન પર હુમલા માટે ભારતીય વાયુસેનાએ મિગ-2આઈ, મિગ-23, મિગ-27, જગુઆર અને મિરાજ-2000 સૈન્ય વિમાનોનો ઉપયોગ કર્યો હતો.
- Advertisement -
ટાઈગર હિલ યુદ્ધ
ટાઈગર હિલ યુદ્ધને પોઈન્ટ 5353ની લડાઈ તરીકે ઓળખવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલ કારગિલ યુદ્ધમાં આ એક મહત્ત્વપૂર્ણ સૈન્ય યુદ્ધ હતું. મે 1999માં આ યુદ્ધ શરૂ થયું હતું. પાકિસ્તાની સેનાએ શિયાળાનો ફાયદો ઉઠાવીને નિયંત્રણ રેખા પાર કરીને ઘુસણખોરી કરી અને ટાઈગર હિલ સહિત અન્ય ચોટીઓ પર કબ્જો કરી લીધો હતો. જેનો ઉદ્દેશ્ય રાજમાર્ગ પર કબ્જો કરવાનો હતો, જે કાશ્મીર ઘાટીને શેષ ભારત સાથે જોડતો હતો. જેના જવાબરૂપે ભારતે ‘ઓપરેશન વિજય’ની શરૂઆત કરી. ટાઈગર હિલ યુદ્ધ અનેક દિવસો સુધી ચાલ્યું હતું, જે ખૂબ જ ભયંકર ગણવામાં આવે છે. ભારતે કારગિલ યુદ્ધમાં ટાઈગર હિલ પર કબ્જો મેળવી લીધો હતો અને પાકિસ્તાનની સેનાને પરાસ્ત કરી હતી.
પોઈન્ટ 4875 યુદ્ધ (બત્રા ટોપ)
પોઈન્ટ 5140 પર કબ્જો કર્યા પછી પોઈન્ટ 4875 પર કબ્જો કરવા માટે 7 જુલાઈ 1999ના રોજ કેપ્ટન વિક્રમ બત્રાના નેતૃત્ત્વમાં 13 જેએકે આરઆઈએફ સોંપવામાં આવ્યા હતા. કેપ્ટન બત્રાએ આ યુદ્ધનું નેતૃત્ત્વ કર્યું. વિક્રમ બત્રાએ એકલા હાથે દુશ્મનના પાંચ લડાકૂને ઠાર કર્યા અને ગંભીરરૂપે ઘાયલ થયા. ઘાયલ થવા છતાં દુશ્મન સંગર તરફ આગળ વધ્યા અને દુશ્મને ઠાર કરવા માટે હાથગોળા ફેંક્યા. વિક્રમ બત્રાની બહાદુરી જોઈને તેમના સાથી સૈનિકો પ્રેરિત થયા હતા, ત્યારપછી વિક્રમ બત્રા શહીદ થયા હતા. વિક્રમ બત્રાના દ્રઢ સંકલ્પ અને તેમના નેતૃત્ત્વને કારણે સૈનિકોને પોઈન્ટ 4875 પર કબ્જો મેળવવા માટે પ્રોત્સાહન મળ્યું. જેથી ભારતે પોઈન્ટ 4875 પર જીત મેળવીને ત્યાં ત્રિરંગો લહેરાવ્યો.
કારગિલ યુદ્ધ બે મહિના સુધી ચાલ્યું અને સફળતાપૂર્વક આ વિસ્તાર પર કબ્જો કર્યો અને પાકિસ્તાનની સેનાએ LOC પરથી પાછળ હટવા માટે મજબૂર થવું પડ્યું. અધિકૃત રૂપે આ યુદ્ધ 26 જુલાઈ 1999ના રોજ સમાપ્ત થયું અને ભારતે ફરી પોતાના વિસ્તાર પર નિયંત્રણ પ્રાપ્ત કર્યું.
કારગિલ વિજય દિવસનું મહત્ત્વ
કારગિલ યુદ્ધમાં ભારતીય સૈનિકોના પ્રાણની આહુતિ આપનાર બહાદુર સૈનિકોના સમ્માનમાં દર વર્ષે કારગિલ વિજય ઊજવવામાં આવે છે. આ દિવસે સમગ્ર દેશમાં વિભિન્ન સ્માર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. પુષ્પાંજલિ સમારોહ, સ્મારક સેવાઓ, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમ શામેલ છે અને સૈનિકોના બલિદાનને યાદ કરવામાં આવે છે.