કૈલાસ માન સરોવરની યાત્રા સતત ત્રીજા વર્ષે ટળી છે. ઉતરાખંડથી આ વખતે પણ કૈલાસ માન સરોવર યાત્રા નહિં થાય. કોરોના અને ચીન સાથે વિવાદનાં કારણે આ વખતે પણ કૈલાસ માન સરોવરની યાત્રા પર બ્રેક લાગી છે. લાંબા સમયથી શિવધામ જવાની તૈયારી કરી રહેલા યાત્રીઓને સતત ત્રીજીવાર યાત્રા નહિં થવાથી ઝટકો લાગ્યો છે.પિથોરાગઢ જીલ્લામાં ચીન સીમા પાસે રહેલા બિપુલપ માર્ગને પાર કરીને દર વર્ષે જુનથી યાત્રા થતી રહી છે.
વર્ષ 2020 અને 2021 માં કોરોનાના કહેરથી યાત્રાનું સંચાલન નહોતું થઈ શકયુ. યાત્રાને લઈને દર વર્ષે જાન્યુઆરીમાં તૈયારી શરૂ થઈ જતી હતી. આ વખતે એપ્રિલ શરૂ થઈ જવા થતા આયોજનને લઈને કોઈ દિશા નિર્દેશ વિદેશ મંત્રાલય તરફથી કેએમવીએનને મળ્યા નહોતા.હવે કેએમવીએનનાં ઓફીસરોને બધા પ્રકારની સંભાવનાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધુ છે.