ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ એ.ડિવિઝનમાં ઈ – એફઆઈઆર નોંધાઈ હતી જેમાં એક કાર ચોરી થયાની જેની તપાસ પીઆઇ બી.બી.કોળી અને પોલીસ સ્ટાફ ચલાવી રહ્યો હતો ત્યારે જૂનાગઢ નેત્રમ શાખાના સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યમુન સોર્સથી હકીકત મળેલ કે કામે ચોરીમાાં ગયેલ મુદામાલ સાથે એક ઇસમ દોલતપરા મારૂતી હોટેલની સામે જીઆઇડીસી-2 પાસે ઉભેલ હતો તેવી બાતમી મળતા કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોર ચોરીમાાં ગયેલ ફોરવ્હીલ વેગનઆર કાર સાથે મળી આવેલ તથા મજકુર કીશોરની વધુ પછુપરછ કરતા અન્ય એક બાઈક જીજે 03 કેએફ કિમંત રૂ 30000 વાળી છએક માસ પેહલા રાજકોટ ગોંડલ ચોકડી ખાતેથી ચોરી કરી જીઆઇડીસી ખાતે સંતાડી દીધી હતી જયારે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પાસેથી કાર જીજે 05 સીઈ 0656 જેની કિમંત રૂ-70000 કાર પણ કબ્જે લેવામાં આવી હતી સગીરને ઝડપી કાર અને બાઈક જેની કુલ કિમંત રૂ.1 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસર કાર્યવાહી કરીને વધુ તપાસ શરુ કરી છે.
જૂનાગઢમાં e-FIRના અનડિટેક્ટ ગુનામાં સગીરને ઝડપી કાર અને બાઈક કબ્જે કરી
