વૈદિક હોળી સાથે જોડાયેલી ધાર્મિક પરંપરાનું શું છે મહત્ત્વ?
હોળીની જાળ પરથી વરસાદનો વરતારો જોવા મળે છે
- Advertisement -
શહેરમાં જુદા જુદા 250 સ્થળે હોલિકાદહનનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.13
જૂનાગઢ એક ધાર્મિક નગરી સાથે અનેક પૌરાણિક કથાઓ સાથે જોડાયેલ શહેર છે. ત્યારે યુગો યુગોથી હોળીનું અનેરું મહત્વ ગ્રંથોમાં જોવા મળે છે. જૂનાગઢમાં દત્ત અને દાતારના બેસણા છે. ત્યારે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી શક્તિપીઠ મંદિર પરિસરમાં શ્રીફળની હોળી કરવામાં આવે છે.જયારે ઉપલા દાતારની જગ્યામાં છાણાની હોળી પ્રગટાવામાં આવે છે.અને પહાડો પર હોલિકા દહન બાદ શહેરમાં જુદી જુદી 250 જેટલી જગ્યા પર હોલિકા દહન કરવામાં આવે છે.જયારે હોળી પ્રાગટ્ય થયા બાદ તેની જાળ કઈ દિશામાં જાય છે. તેના પર આગામી વરસાદ અને વર્ષનો વરતારો જોવા મળે છે.તેની સાથે વૈદિક પરંપરાનું પણ અનેક મહત્વ ધરાવે છે. ફાગણ સુદ ચૌદશના દિવસે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. વૈદિક હોળી સાથે હિરણ્ય કશ્યપની દંત કથા પણ જોડાયેલી છે. રાક્ષસી રાજા તરીકે જેમણે પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની મનાઈ કરી તેમ છતાં, પ્રહલાદે વિષ્ણુની પૂજા કરતા તેને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ બચી ગયો, જેની ઉજવણી કરવા માટે હોલિકાનો તહેવાર મનાવવામાં આવે છે.
સનાતન ધર્મમાં ફાગણ સુદ ચૌદશના દિવસે હોલિકાનો તહેવાર માનવવામાં આવે છે. હોલિકાનો તહેવાર હિરણ્ય કશ્યપની દંત કથા સાથે પણ જોડાયેલો છે. શક્તિશાળી રાક્ષસી રાજા તરીકે ઓળખાતા હિરણ્ય કશ્યપે તેના પુત્ર પ્રહલાદને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની મનાઈ કરી તેમ છતાં પ્રહલાદે વિષ્ણુની પૂજા કરવાનું ચાલુ રાખ્યું હતું. હિરણ્ય કશ્યપે તેના પુત્ર પ્રહલાદને મારી નાખવાનું પ્રપંચ કર્યું અને તેની બહેન હોલિકાના ખોળામાં બેસાડીને પ્રહલાદને આગમાં બાળી નાખવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ બચી ગયો અને હોલિકા અગ્નિમાં બળીને ભસ્મિ ભૂત થઈ ગઈ, ત્યારથી ફાગણ સુદ ચૌદશના દિવસે હોલિકાનો તહેવાર મનાવવામાં આવે છે. વૈદિક હોળી અલગ અલગ પ્રાંતોમાં અલગ અલગ પ્રકારે મનાવવામાં આવે છે, પાછલા અનેક સૌકાઓથી ગુજરાતમાં હોળીના દિવસે હોલિકાના પૂતળાનું દહન કરીને હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. કેટલીક જગ્યા પર હોળીના દિવસે નાચ ગાન અને નૃત્ય સાથે પણ વૈદિક હોળીની ઉજવણી થતી હોય છે.
- Advertisement -
આજના દિવસે દેવી-દેવતાઓની વિશેષ પૂજાનું પણ મહત્વ જોવા મળે છે, તો કેટલાક પ્રાંતોમાં વૈદિક હોળીના દિવસે પ્રસાદ તરીકે જે તે વિસ્તારની મીઠાઈ કે વાનગીઓ પણ તૈયાર કરીને ભગવાનને ધરી અને તેને પ્રસાદ રૂપે આરોગવામાં આવે છે. વૈદિક હોળીને આધ્યાત્મિકતાના પ્રતિક તરીકે પણ જોવામાં આવે છે, સાથે સાથે જીવન અને પ્રકૃતિના નવીનીકરણના પ્રતિક રૂપે પણ હોળીના તહેવારોને મનાવવામાં આવે છે. અસત્ય પર સત્યના વિજય ના ભાગરૂપે પણ વૈદિક હોળીની ઉજવણી થતી હોય છે. હોળીના દિવસે લોકોમાં એકતા આવે અને સંવાદિતાની સાથે સુમેળ ભર્યું વાતાવરણ બની રહે તે માટે પણ વૈદિક હોળીનુ મહત્વ પણ માનવામાં આવે છે. વૈદિક હોળીને વસંત ઋતુની શરૂઆતના દિવસો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસો દરમિયાન જીવન અને પ્રકૃતિના નવીનીકરણ પણ થતું હોય છે જેથી પણ વૈદિક હોળી સનાતન ધર્મ સંસ્કૃતિમાં ખૂબ જ મહત્વના તહેવાર તરીકે ઉજવણી થતી હોય છે. અને બીજા દિવસે ધુળેટી પર્વમાં એક બીજાને રંગો ઉડાડીને આવનારા સમયમાં તમારું જીવનમાં નવા રંગરૂપ સાથે શરુ થાય તેવી શુભકામના પાઠવે છે.