નવરાત્રિમાં સીનસપાટા કરતા 142 ઝપટે ચડ્યાં
શહેરમાં અને જિલ્લામાં નવરાત્રી સમયે મેગા ડ્રાઈવ
- Advertisement -
પોલીસની અલગ અલગ ટિમો દ્વારા કામગીરી
ખાસ ખબર સંવાદદાતા
જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાંજડીયા માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક હર્ષદ મેહતાએ જિલ્લામાં નિયુક્ત થતા ગુનાખોરી ડામવા ખાસ અભિયાન શરુ કર્યું છે અને એક પછી એક સ્પેશ્યલ મેગા ડ્રાઈવ યોજી અસામાજિક તત્વો સાથે સીનસપાટા કરતા તત્વો સામે કાયદેસર કાર્યવાહી કરી આવારા તત્વો સામે ઘોષ બોલાવી શાન ઠેકાણે લાવવાના સતત પ્રયાસ થઇ રહ્યા છે.
જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં નવરાત્રી પર્વ શાંતિથી ઉજવાય તે માટે જિલ્લા પોલીસવડાએ શેરી ગરબા તથા પાર્ટી પ્લોટ તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રી સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ડીવાયએસપી હિતેષ ધાંધલીયા, કેશોદ ડીવાયએસપી બી.સી.ઠક્કર માંગરોળ ડીવાયએસપી ડી.વી.કોડીયાતર, એલસીબી પીઆઇ જે.જે.પટેલ તથા સ્ટાફ તેમજ એસઓજી પીઆઇ એ.એમ.ગોહિલ સહિત પોલીસ સ્ટેશનનાં પીએસઆઇ દ્વારા નવરાત્રી મહોત્સવ દરમિયાન સતત અસામાજીક તત્વો પર ખાસ વોંચ રાખી ચુસત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
નવરાત્રી મહોત્સવની ઉજવણી રવિવારથી શરૂ થઇ છે છેલ્લા બે દિવસમાં 142 ઇસમો વિરૂઘ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ નવરાત્રી સ્પેશ્યલ મેગાડ્રાઇમાં નંબર પ્લેટ વગરના તથા આરટીઓ માન્ય નંબર પ્લેટ ન હોય તેવા 36 વાહન ચાલકો સામે કાર્યવાહી થઇ હતી. તથા કાળા કાચવાળા 19 વાહન સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવેલ અને નવરાત્રી દરમિયાન પીધેલ સાથે ડ્રગ્સ લીધેલ 30 ઇસમો ઝપટે ચઢતા ધોરણસરની કાર્યવાહી કરેલ. તેમજ નશો કરી વાહન ચલાવનાર છ ઇસમો સામે ધોરણસરની કાર્યવાહી કરેલ. તેમજ ગેરકાયદેસર છરી, ચપ્પા વગેરે હથિયારનો ભંગ કરનાર બે શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવેલ તેમજ ટ્રાફીકને અનુરોધ રૂપ સાથે ઝડપી વાહન હંકારનાર પાંચ ઇસમો ઝપટે ચઢયા હતા. આમ અલગ અલગ ગુનાઓમાં કુલ 142 ઇસમો વિરૂઘ્ધ ધોરણસરની કાર્યવાહી કરી પોલીસે ભાન કરાવ્યુ હતુ. આ સમગ્ર ડ્રાઇવ દરમિયાન મહિલા વાહન ચાલકો, બાળકો સાથે ડ્રાઇવ કરતા ફેમેલી સભ્યો સાથેના વાહન ચાલકો તથા શહેર અને જિલ્લાના સજ્જન નાગરિકોને વાહન ચેકીંગથી હેરાન ગતિ કે, કનડગત ન થાય તે અંગે પોલીસ દ્વારા વિષેશ ઘ્યાન રાખવામાં આવેલ. નવરાત્રી સ્પેશ્યલ મેગા ડ્રાઇવમાં જૂનાગઢ જિલ્લાના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે જૂનાગઢ જિલ્લા પોલીસ પરિવાર કટ્ટીબઘ્ધ છે.