ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મંત્રી રાઘવજીભાઈ પટેલે કૃષિ યુનિવર્સીટીની મુલાકાત લીધી હતી જેમાં યુનિવર્સીટીમાં વિશ્વ બેંક પુરસ્કૃત આઈ. સી.એ.આર., ન્યુ દિલ્હીના રાષ્ટ્રીય કૃષિ ઉચ્ચ શિક્ષણ કાર્યક્રમના આઈ.ડી.પી. યોજના હેઠળ હાલમાં જાપાનની હોક્કાઇડો યુનિવર્સિટી ખાતે આંતરરાષ્ટ્રીય તાલીમ લઇ રહેલ દસ વિધાર્થીઓ સાથે વર્ચુઅલ માધ્યમથી સંવાદ કર્યો હતા. આ ઉપરાંત ઓસ્ટ્રેલીયા, આયર્લેન્ડ, જાપાન, વિયેતનામ, થાઇલેન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરનાર અને ન્યુઝીલેન્ડ, મલેશિયા તેમજ સ્પેન ખાતે આંતરરાષ્ટ્રીય તાલીમ માટે જનાર યુનિવર્સીટીની વિવિધ વિધાશાખાના પ્રાઘ્યાપકો અને વિધાર્થીઓ સાથે રૂબરૂમાં સંવાદ કરી અને અભિનંદન પાઠવ્યા હતા.