મૂળ તેલુગુ ભાષામાં બનેલી ઝાંસી (હિન્દી સહિત અનેક ભાષામાં એ સ્ટ્રીમ થઈ છે)માં આખી સ્ટારકાસ્ટ તેલુગુ કલાકારોની છે, તેલુગુ ફિલ્મની સુપરહિટ હિરોઈન અને ટાઈટલ રોલ ભજવનારી અંજલિનું આ ઓટીટી ડેબ્યુ છે
થોડાં વરસો અગાઉ એકશન સ્ટાર જેકી ચાનની એક ફિલ્મ આવી હતી : વ્હુ એમ આઈ ? પોતાની જન્મજાત ઓળખ પામવા માટેની મથામણ એ ફિલ્મમાં હતી, એકશનના વઘાર સાથે. ડિઝની-હોટસ્ટાર પર દિવાળી પછી જ મૂકાયેલી ઝાંસી આમ જૂઓ તો આ જ ફિલ્મની લેડિઝ એડિશન (મહિલા આવૃત્તિ) છે પણ એ ખરેખર મજેદાર છે. એક પુત્રીના (છૂટાછેડા લીધેલાં) પિતા સાથે લીવ ઈન રિલેશનશીપમાં રહેતી ઝાંસી લગ્નની પ્રપોઝલ વખતે કાયમ મૌન ધરી લેતી હોવાથી તેનો પાર્ટનર અસંમજસમાં રહે છે પરંતુ એ ઝાંસીની મનોસ્થિતિ સમજે છે. ઝાંસી પોતાનો ભૂતકાળ અકસ્માતવશ ગૂમાવી ચૂકી છે. ભૂતકાળની ઝલક, સ્મૃતિ ચિહનો ઘટનાઓની હાઈલાઈટસ, છાયા ચિત્રો ઝાંસીને સતત અકળાવતાં રહે છે પણ કડીઓનું સંધાણ તેને મળતું નથી.
- Advertisement -
લિવ ઈનમાં રહેતો પાર્ટનર (તેના કાકા) સાયક્રિયાટ્રીસ્ટ પાસે તેની સારવાર કરાવી રહ્યો છે પરંતુ તેને બહુ સુધારો દેખાતો નથી. સાયક્યિાટ્રિસ્ટ કાકા ભત્રીજાને ચેતવે છે કે, ઝાંસીનો ભૂતકાળ બહુ ખોફનાક અને ડરામણો હોઈ શકે છે તો એ જાણવાની તાલાવેલી સાથે આઘાત માટે પણ તૈયાર રહેવું પડશે…
ઝાંસી વેબ સિરિઝના પ્રથમ એપિસોડથી દર્શક તરીકે આપણે જાણતાં હોઈએ છીએ કે ઝાંસી ના ભૂતકાળમાં ખુબ બધો લોહિયાળ વળાંક આવી ચૂક્યો છે અને હવે ફેશન ડિઝાઈનર તરીકે કામ કરતી ઝાંસી તેના ભૂતકાળમાં ખાસ્સી લડાકુ અને યોધ્ધા જેવી લડાઈ કરી ચૂકી છે. (રિવ્યુમાં બધું લખીને તમારી મજા બગાડી નાખવાની થોડી હોય?) પરંતુ ઝાંસી ખુદ પોતાનો ભુતકાળ જાણવા માટે ઉત્સુક છે. સિરિઝમાં જ એક સંવાદ છે : સબ સે બડી સજા યહી હૈ કી ઈન્સાન અપની પહેચાન ખો દે
પ્રેમ અને ડર નહીં, ગુસ્સો અને બદલાની ભાવના જ માણસની ખરી તાકાત છે : આવો પણ સંવાદ ધરાવતી ઝાંસી વેબ સિરિઝમાં ફેશન ડિઝાઈનર ઝાંસી સામે અચાનક એક વ્યક્તિનો ચહેરો (અને પછી એ માણસ) સામે આવી જાય છે અને તેનું પગેરું પકડીને ઝાંસી તેના ભૂતકાળની કડીઓ સાંકળવાનું શરૂ કરે છે ત્યારે તેને ખબર પડે છે કે તેનું સાચું નામ ઝાંસી નથી અને એ પછી તો અનેક ઘટસ્ફોટ થવા માંડે છે પરંતુ ઝાંસી વેબસિરિઝની એક મર્યાદા એ છે કે તેના છ એપિસોડમાં અનેક ભેદભરમ ખૂલતાં જાય છે પણ અંતમાં તમને એ અધ્ધરતાલ રાખી દે છે. અનેક વેબસિરિઝમાં આવું બનતું રહે છે. અનેક વાતો દર્શકોની સામે ઓપન થતી જાય છતાં મૂળ મુદ્દો અથવા તો આગળની કહાની અધૂરી રાખીને સિરિઝની સિઝન પૂરી કરી દેવામાં આવે.
એનો અર્થ તો એવો કે ઝાંસી વેબસિરિઝની બીજી સિઝન ફરજીયાતપણે આવવાની છે અને એની આપણે રાહ જોવાના છીએ કારણકે મૂળ તેલુગુ ભાષામાં બનેલી ઝાંસી
- Advertisement -
(હિન્દી સહિત અનેક ભાષામાં એ સ્ટ્રીમ થઈ છે)માં આખી સ્ટારકાસ્ટ તેલુગુ કલાકારોની છે. તેલુગુ ફિલ્મની સુપરહિટ હિરોઈન અને ટાઈટલ રોલ ભજવનારી અંજલિનું આ ઓટીટી ડેબ્યુ છે પરંતુ તેણે ફેશન ડિઝાઈનર ઉપરાંત (ભૂતકાળના તમામ) કિરદાર બખુબી નીભાવ્યા છે. અંજલિનું કાસ્ટીંગ પરફેકટ છે. તેની બોલકી આંખો, ખુબસુરત ચહેરો અને સુડોળ કાયાનો ઝાંસી ના ડિરેકટર થીરૂ કૃષ્ણમૂર્તિએ સરસ ઉપયોગ ર્ક્યો છે. તેના લિવ ઈન પાર્ટનર સંકીથ તરીકે આદર્શ બાલકૃષ્ણ પણ ઓકે છે. હિન્દી બેલ્ટના આપણા જેવા દર્શકો માટે ખુશ કરતી વાત તો એ છે કે રામેશ્વરી (દુલ્હન વહી જો પીયા મન ભાયે) પણ ઝાંસી માં એક મહત્વનું પાત્ર ભજવે છે અને તેનો ફોડ જો કે પાંચમા-છઠ્ઠા એપિસોડમાં પડે છે. રામેશ્વરીના ભેદી પાત્ર પાછળનું બેકગ્રાઉન્ડ ઝાંસી ની બીજી સિઝનમાં ખૂલે એમ અધ્ધરતાલ રહી ગયું છે પણ…
તેલુગુના પ્રમાણમાં અજાણ્યા અદાકારો સાથે તમને એક તીવ્ર ગતિથી ભાગતી થ્રિલર (અને રહસ્યમય) વેબસિરિઝ જોવામાં રસ પડતો હોય તો ઝાંસી એક પરફેકટ ચોઈસ છે. બેશક, એ અધૂરી છે છતાં એ તમને જોવાનો સંતોષ આપે છે અને બીજી સિઝનની રાહ જોવાની તલબ પણ જગાડે છે.
મર્ડર ઈન અ કોર્ટ રૂમ
સોળ વરસ પહેલાં બનેલા આ બનાવે ત્યારે આખા દેશને હચમચાવી નાખીને એ વિચારવા મજબુર કરી નાખ્યો હતો કે મુફલિસી જીવતાં એક સમુદાયે અંતિમ કક્ષ્ાાનું પગલું ભરવાની ફરજ કેમ પડી હશે ?
ટાઈટલ પરથી એવું જ લાગે કે આખો કિસ્સો કોઈ ગેંગવોરના પરિણામનો હશે. આવી વાસ્તવિક ઘટના ભારતમાં બની પણ ચૂકી છે. આપણે ત્યાં ગેંગવોર કોર્ટથી લઈને સિવિલ હોસ્પિટલમાં ખેલાઈ ચૂકી છે પરંતુ સચ્ચાઈ અલગ છે. નેટફલિક્સ પર સ્ટ્રીમ થયેલી મર્ડર ઈન અ કોર્ટ રૂમ વેબસિરિઝ નથી પરંતુ વાસ્તવિક ઘટના પર બનેલી ડોક્યુમેન્ટરી છે. આ ડોક્યુમેન્ટરી આપણી બીજી ધારણાને પણ ખોટી પાડે છે. કોર્ટ રૂમમાં થયેલી આ હત્યા કોઈ ગેંગસ્ટર કે તેના ગુર્ગાએ નથી કરી પરંતુ ચારસો-પાંચસો મહિલાઓના ક્રાઉડના હાથે આ પરાક્રમ થયું હતું
– અને આ બનાવ બહુ જૂનો પણ નથી. મહારાષ્ટ્રના નાગપુર શહેરની કોર્ટ રૂમની અંદર થયેલું આ મોબ-મર્ડર ર004 ના ઓગસ્ટ મહિનામાં થયું હતું. જેની હત્યા થઈ તે હતો અક્કુ યાદવ યાનિ કી ભરત કાલીચરણ યાદવ. નાગપુર પોલિસ 13 ઓગસ્ટ, ર004 ની બપોરે અક્કુ યાદવને લઈને કોર્ટ રૂમમાં પહોંચી ત્યારે ખુબ બધી મહિલાઓ અને અમુક પુરુષોએ તેની અત્યંત ધૃણાસ્પદ રીતે હત્યા કરી નાખી હતી. ધૃણાસ્પદ શબ્દ સકારણ વાપર્યો છે કારણકે મહિલાઓની બહુમતિ ધરાવતાં એ ટોળાંએ અક્કુ યાદવનું ગુપ્તાંગ પણ કાપી નાખ્યું હતું અને…
ન્યાય મેળવવાનો આવો હિંસક માર્ગ પસંદ કરનારા ટોળાંમાંના તમામ લોકો નાગપુરના કસ્તુરબા નગર નામની ઝુંપડપટ્ટીમાં જ વસતી દલિત મહિલાઓ અને પુરુષો હતા
સોળ વરસ પહેલાં બનેલા આ બનાવે ત્યારે આખા દેશને હચમચાવી નાખીને એ વિચારવા મજબુર કરી નાખ્યો હતો કે મુફલિસી જીવતાં એક સમુદાયે અંતિમ કક્ષ્ાાનું પગલું ભરવાની ફરજ કેમ પડી હશે ? મર્ડર ઈન અ કોર્ટ રૂમ ડોક્યુમેન્ટરીમાં આ આખા પ્રકરણની પડતાલ કરવામાં આવી છે, જે ખરેખર ચોંકાવી દે તેવી છે. આપણા દેશમાં ગરીબના નામે બધું જ થાય છે પરંતુ ગરીબોએ કાયમ લાચારીપૂર્વક અન્યાય સહન કરવાનો આવે છે.
કસ્તુરબા નગર, નાગપુરની ઝુંપડપટૃીમાં અક્કુ યાદવની કેવી દાદાગિરી, જુલ્મ અને અત્યાચાર હતા, એ જોવા માટે તો તમારે મર્ડર ઈન અ કોર્ટ રૂમ ડોક્યુમેન્ટરી જોવી રહી કારણકે તેમાં આ અત્યાચારનો ભોગ બનેલાં પિડીતોના ઈન્ટરવ્યુ છે. એ પત્નીની પણ મુલાકાત છે કે જેના પતિને સંડાસમાં પૂરી દઈને અક્કુ યાદવ તેને બધાની વચ્ચેથી ઢસડી ગયો હતો અને પછી બળાત્કાર ર્ક્યો હતો.
તેના પતિ કહે છે : આ ઘટના પછી મેં પણ અક્કુ યાદવને મારી નાખવાના બે-ત્રણ વખત પ્રયાસ કરેલાં…