અસલમનું નામ ખુલ્યું: રાજકોટ આર.આર.સેલનો દરોડો

જસદણમાં આઇપીએલના મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સોને રાજકોટ આર.આર.સેલની ટીમે ઝડપી લીધા હતા.

જસદણમાં ચીતલીયા રોડ ઉપર સોમનાથ પાનની દુકાન બહાર આઇપીએલના મેચ ઉપર સટ્ટો રમાતો હોવાની બાતમી મળતા રેન્જના સાયબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઇ. આર.એ.ડોડીયાની સુચનાથી આર.આર.સેલના સિધ્ધરાજસિંહ વાઘેલા, શિવરાજભાઇ ખાચર, દિગ્વીજયસિંહ ઝાલા તથા ભૌમીકભાઇ સોસા સહીતના સ્ટાફે રેઇડ કરી મેચ ઉપર સટ્ટો રમાડતા સુધીર બેચરભાઇ લાડોલા તથા હાર્દિક હસમુખભાઇ વાડોદરીયા રે. બન્ને ચીખલીયા રોડ જસદણને મોબાઇલ સહીત ૧૩,૬૪૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. તેમજ અસલમ ઉર્ફે પદો પરમાર રે. જસદણનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે. તસવીરો કરશન બામટા આટકોટ