સુરત જિલ્લા નાં પલસાણા પોલીસે દસ્તાન ફાટક નજીક વિદેશી દારૂ ભરેલ આયશર ટેમ્પો બંધ બોડી સાથે બે ઈસમો ને પકડી પાડયા હતાં સાથે ૩૭.૬૫ લાખથી વધુ નો મુદ્દામાલ ઝપટ કર્યો હતો
અધ્યક્ષ રૂપલબેન સોલંકી અને પલસાણા પોલીસ સ્ટેશન નાં PSI સી. એમ. ગઢવી તેમજ એમનાં સ્ટાફ નાં માણસો બંદોબસ્ત માં હતા તે દરમિયાન દસ્તાન ફાટક નજીક અવતા એક ટેમ્પો ફુલ ઝડપે સરકારી ગાડીને ઓવરટેક કરી આગળ નીકળી ગયો જેથી આ ટેમ્પા નો પીછો કરી દસ્તાન ફાટક નજીક ટેમ્પા નો ઉભો રખાવી ટેમ્પો ડ્રાઇવર ને પૂછપરછ કરતાં કેમિકલ હોવાનું જણાવ્યું હતું એ બિલ લઈને ચેક કરતાં આ ટેમ્પામાં વિદેશી દારૂ ખૂબ જ મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો વિસ્કી તથા ટીન બિયર બોટલો નંગ૧૧૨૦૯ બોટલ ની કિંમત રૂ.૩૦,૬૦૦૦૦ તથા ટેમ્પો નંબર MH-48-AG-5369 કિંમત રૂ.૭,૦૦,૦૦૦ તથા 3 મોબાઈલ ૪૫૦૦ અને એક કેમિકલ નો ખોટું બિલ તથા રોકડ રૂપિયા ૫૦૦/ મળી કુલ રૂ. ૩૭,૬૫,૦૦૦ ની કિંમતનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો
સુનિલ ગાંજાવાલા