ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ એલસીબી ની ટીમે જિલ્લામાં વિદેશી દારૂના કેસમાં સંડોવાયેલ ચોટીલાના ઇસમ દેવા ઉર્ફે કાના રૂડાભાઇ ધાંધળને પાસા કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે ધકેલતા જૂનાગઢ વિદેશી દારૂની નાની મોટી ખેપમાં સંડોવાયેલ સ્થાનિક સહિતના બુટલેગરોમાં કંપારી છૂટી જવા પામી છે.
જૂનાગઢ ઉચ્ચ પોલીસ અધિકારીઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં વિધાનસભા ચુંટણી અન્વયે જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવા તેમજ જિલ્લામાં કાચદો અને વ્યવસ્થાની પરિસ્થિતીને જાળવી રાખવા ગેર-કાયદેસર પ્રોહીબીશનની પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો વિરૂઘ્ધ પાસા તથા તડીપાર જેવા અટકાયતી પગલા લેવા અપાયેલ સુચના મુજબ મેંદરડા પોલીસ સ્ટેશન દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જુનાગઢ એસપી દ્વારા જિલ્લા મેજીસ્ટ્રેટ તથા કલેકટર રચિત રાજ તરફ મોકલતાં. જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આવી ગેર-કાયદેસર પ્રવૃતિની ગંભીરતા સમજી ત્વરીત સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામના દેવા ઉર્ફે કાના રૂડાભાઇ ધાંધળ વિરૂઘ્ધ પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવેલ.
જે પાસા વોરન્ટ ઇસ્યુ થયા બાદ આ ઇસમને પકડી પાડવા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને કર્મચારીઓ વોચ તપાસમાં હતા. તે દરમ્યાન એલસીબીના અધિકારીઓ અને કર્મચારીઓને સંયુકતમાં બાતમી મળેલ કે, પાસા વોરન્ટના આરોપી દેવા ઉર્ફે કાના રૂડાભાઇ ઘાંઘળ રહે.ચોટીલાગામ, યોગીનગર, ખીમોઇ હોટલ પાછળ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર વાળો હાલ ચોટીલા જલારામ મંદિરની બાજુમાં રાજ પેટ્રોલીયમ પંપની પાસે હોવાની હકિકત આધારે તાત્કાલીક ઉપરોકત ટીમ રવાના કરી બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા આરોપી મળી આવતા હસ્તગત કરી પાસા ધારા તળે અટકાયત કરી સેન્ટ્રલ જેલ, લાજપોર, સુરત ખાતે મોકલી આપવામાં આવ્યો હતો.
બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે
