6560 કરોડના IPOમાં રૂા. 3 લાખ કરોડની રેકોર્ડબ્રેક બીડ આવી: ગ્રે માર્કેટમાં વધ્યું પ્રીમિયમ: 16મીએ લિસ્ટીંગ
ખાસ-ખબર ન્યૂઝ મુંબઈ
- Advertisement -
બજાજ ગ્રૂપના નોન ડિપોઝીટ NBFC બજાજ હાઉસિંગ ફાઇનાન્સના IPOને રોકાણકારો તરફથી ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. ઈશ્યુ શરૂ થયાના પહેલા જ દિવસે, કર્મચારીઓ સિવાય દરેક કેટેગરી માટે અનામત ભાગ સંપૂર્ણપણે ભરાઈ ગયો હતો, જ્યારે બે દિવસમાં પણ કર્મચારીઓનો ક્વોટા સંપૂર્ણ રીતે ભરી શકાયો નથી. છેલ્લા દિવસે કર્મચારીઓનો હિસ્સો ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો. એકંદરે આ ઈસ્યુ 63.55 વખત સબસ્ક્રાઈબ થયો હતો. 6560 કરોડના આ IPOને 3 લાખ કરોડ રૂપિયાની રેકોર્ડ બિડ મળી હતી. હવે જો આપણે ગ્રે માર્કેટ વિશે વાત કરીએ, તો તેના શેર્સ 74 રૂપિયાના GMP(ગ્રે માર્કેટ પ્રીમિયમ) પર છે
એટલે કે IPOના અપર પ્રાઇસ બેન્ડથી 105.71%. જોકે, બજારના નિષ્ણાતોના મતે, ગ્રે માર્કેટમાંથી મળેલા સંકેતોને બદલે કંપનીના ફંડામેન્ટલ્સ અને નાણાકીય પરિણામોના આધારે રોકાણના નિર્ણયો લેવા જોઈએ. તેના IPO માટે પ્રાઇસ બેન્ડ રૂા. 66-રૂા. 70 છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સના રૂા. 6,560.00 કરોડના IPOની પ્રાઇસ બેન્ડ રૂા. 66-રૂા. 70 અને 214 શેર હતી. IPO હેઠળ શેરની ફાળવણી 12 સપ્ટેમ્બરના રોજ આખરી થશે. ત્યારબાદ 16મી સપ્ટેમ્બરે BSE અને NSE પર એન્ટ્રી થશે. ઈસ્યુના રજીસ્ટ્રાર Kfinit Tech છે. આ IPO હેઠળ રૂ. 3,560.00 કરોડના નવા શેર જારી કરવામાં આવશે. આ સિવાય ઓફર ફોર સેલ વિન્ડો હેઠળ રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા 42,85,71,429 શેર વેચવામાં આવશે.