અફઘાનિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે. બજારમાં લોટની એક ગુણનો ભાવ રૂ. 2400 અને ચોખાની એક ગુણનો ભાવ રૂ. ભાવ રૂ. 2700 બોલાય છે. આ પરિસ્થિતિને જોતા એમ લાગી રહ્યું છે કે દેશની પ્રજા ઉપર ભુખમરાનું સંકટ તોળાઇ રહ્યું છે. જુદા જુદા પ્રકારની દાળ અને ખાદ્ય તેલોના ભાવ પણ રોકેટ ગતિએ આસમાને પહોંચી ગયા છે. અનાજ અને અન્ય ખાદ્ય સામગ્રીના ભાવોને વધતાં જોઇને યુનાઇટેડ નેશન્સે પણ અફઘાનિસ્તાનમાં બહુ મોટા માનવીય સંકટની ચેતવણી આપી દીધી છે.
આ પણ વાંચો: કાશ્મીર ખીણમાં પોલીસ નકલી એકાઉન્ટર કરે છે, સ્થાનિકોનો દાવો
https://khaskhabarrajkot.com/2021/12/15/police-in-kashmi…nts-locals-claim/
- Advertisement -
કાબુલના એક દુકાનદાર સૈફુલ્લાએ કહ્યું હતું કે અનાજ અને જીવન જરૂરી અન્ય ચીજવસ્તુોના વધતા ભાવ માટે અફઘાનિસ્તાનના રૂપિયા સામે અમેરિકન ડોલરનો વધતો ભાવ જવાબદાર છે. સૈફુલ્લાએ ટોલો ન્યૂઝને કહ્યું હતું કે લોટની એક ગુણ રૂ. 2400માં અને 16 લીટર ખાદ્ય તેલનો એડ ડબો રૂ. 2800માં અને ચોખાની એક ગુણ રૂ. 2700માં વેચીએ છીએ.