કાનપુરની ફેક્ટરીને ગયા વર્ષે રૂ. 190 કરોડનો ઓર્ડર મળ્યો હતો
એક મિનિટમાં એક હજાર રાઉન્ડ ફાયરની ક્ષમતાવાળી ગન ભારતીય સૈન્ય માટે પણ ગેમ ચેન્જર સાબિત થઇ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.30
ભારતમાં બનેલી મીડિયમ મશીન ગન (એમએમજી) ગેમ ચેંજર સાબિત થઇ રહી છે. મેડ ઇન ઇન્ડિયા એમએમજી ગનની યુરોપમાં લોકપ્રિયતા વધી રહી છે. એક મિનિટમાં 1000 રાઉન્ડ ફાયર કરનારી આ ગનની ભારત પ્રથમ વખત નિકાસ શરૂ કરી હતી, ગયા વર્ષે કરારો થયા હતા જ્યારે આ વર્ષે 225 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે જે ગયા વર્ષે 190 કરોડ રૂપિયાનો હતો.આ મશીન ગનનું ઉત્પાદન કાનપુરમાં થઇ રહ્યું છે, 1800 મિટરની રેન્જમાં એક મિનિટમાં 1000 રાઉન્ડ ફાયર કરવાની ક્ષમતા ધરાવતી આ મશીન ગનની લંબાઇ 1255 મિલીમટર છે. જ્યારે તેના બૈરલનું વજન 3 કિલોગ્રામ છે. આ મશીનગનનું કેલિબર 7.62 બાય 51 મિલીમટર છે. સૈનિકોની વચ્ચે આમને સામને થતી લડાઇમાં આ મશીન ગન વધુ ઉપયોગી માનવામાં આવે છે. સ્મોલ આર્મ્સ ફેક્ટરી (એસએએફ)ને યુરોપિયન દેશમાંથી આ ગન માટે ત્રણ વર્ષ સુધી સપ્લાય કરનારા ઓર્ડર મળ્યા છે. ફેક્ટરી 7.62એમએમ કેલિબરવાળી બે હજાર જેટલી મેગ ગન સપ્લાય કરશે. ગનનુ કુલ વજન 11 કિલો છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં આ ગન માટે કરારો થયા હતા. જોકે કંપનીએ અગાઉ જણાવ્યું હતું કે સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને આ ગનની ખરીદી ક્યા દેશ દ્વારા અને કોણ કરી રહ્યું છે તેની વિગતો જાહેર ના કરી શકાય.આ ગનનો ઉપયોગ ટેન્ક, હેલિકોપ્ટર્સ અને નેવીના યુદ્ધ જહાજોમાં થાય છે.
- Advertisement -
રિપોર્ટ અનુસાર વર્ષ 2024 ભારતીય સૈન્ય માટે ગેમ ચેન્જર સાબિત થયું છે. સૈન્ય અને ડિફેંસ ટેક્નોલોજીના હિસાબે આ વર્ષ મહત્વનું મનાય છે. ડીઆરડીઓ, એચએએલએ દેશના ડિફેન્સ સેક્ટરને આત્મનિર્ભર બનાવવા મહત્વના પગલા ઉઠાવ્યા હતા. આ વર્ષે ડીઆરડીઓએ મિશન દિવ્યાસ્ત્ર અગ્નિ-5 આઇસીબીએમના મીરવીનું પરીક્ષણ કર્યું હતું. ભારતીય એરફોર્સ માટે બનેલા તેજસ માર્ક-1એ લડાકૂ વિમાનનું પરીક્ષણ પણ કરાયું હતું.