રશિયા યૂક્રેનની સામે યુદ્ધ શરૂ કર્યુ એને 9 મહિના પૂરા થઇ ગયા છે. આ યુદ્ધથી યુક્રેનમાં ભારે નુકશાન થયું છે. આ યુદ્ધના કારણે ભારે માત્રામાં લોકોએ જીવ ગુમાવ્યા અને ઇજાગ્રસ્ત થયા છે. આ યુદ્ધના કારણે લાખો યુક્રે્નના લોકો દેશ છોડીને જતા રહ્યા. હવે યુરોપીય સંસદએ આ પૂરા કેસને જોતા એક મોટો નિર્ણય કર્યો છે. જેની જાહેરાત કરવામાં આવી.

યૂરોપિય સંસદએ આજે એક ઐતિહાસિક પગલા લેતા રશિયાને સ્ટેટ સ્પોન્સર ઓફ ટેરરિઝમ જાહેર કરી દીધું છે. યૂરોપીય સંસદના સાંસદોએ રશિયાને આંતકવાદને ફેલાવનાર રાજ્ય જાહેર કરીને તેના પક્ષમાં વોટ આપ્યા હતા. યુદ્ધના શરૂ થયા પછી રશિયાએ આતંકવાદને ફેલાવનાર રાષ્ટ્ર જાહેર કરવાની જાહેરાત કરવાની માંગણી કરી હતી. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર જેલેંસ્કીએ પણ આ સમય-સમય પર આ માંગણી કરી હતી. અને આખરે યૂરોપીય સંસદએ આ નિર્ણય લઇ લીધો.

યૂરોપીય સંસદએ આ જાહેરાત કરતાં કહ્યું કે, યુક્રેનના ઉર્જા, માળખાકીય, હોસ્પિટલો, સ્કૂલો, દુકાનો, આશ્રય સ્થળો અને એવા કેટલાય નાગરિકોના લક્ષ્યો પર સૈનિક હુમલો કરતા આંતરરાષ્ટ્રીય કાનુનનું ઉલ્લંઘન કર્યુ છે અને તેમની બધી જ પ્રવૃત્તિઓ આતંકી ઘટનાઓમાં સમાવેશ થાય છે. યૂરોપીય સંસદએ રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાને ક્રુર, અને અમાનવીય કાર્ય ગણાવતા રશિયાને આતંકવાદ ફેલાવનાર રાજ્ય જાહેર કર્યુ છે. તેની સાથએ જ યૂરોપીય સાંસદએ પોતાના 27 સભ્ય દેશોને પણ આ નિર્ણયને માન્ય રાખવા જણાવ્યું છે.

યૂરોપીય સંસદએ ફ્રાંસના સ્ટ્રાસબર્ગ શહેરમાં આયોજીત કરેલા સત્ર દરમ્યાન યૂરોપીય કમિશનના અધઅયક્ષ ઉર્સુલા વોન ડેર લેયેનની હાજરીમાં રશિયાના આતંકવાદ ફેલાવનાર રાજ્ય જાહેર કરવાનો પ્રસ્તાવ જારી કર્યો હતો. આ પ્રસ્તાવના સમર્થનમાં 494 વોટ આવ્યા હતા. જયારે આ પ્રસ્તાવની સામા પક્ષે 58 વોટ આવ્યા હતા.