– કંપની બનાવવાથી લોન મળવી સરળ: સરકારનું પણ પ્રોત્સાહન

કોરોના સંકટ બાદ જયાં દુનિયા આર્થિક મંદીના સંકટમાં ફસાયેલી જોવા મળી રહી છે ત્યાં ભારતમાં નવી કંપનીઓના રજીસ્ટ્રેશનમાં મોટો ઉછાળો આવી રહ્યો છે.સરકારી આંકડા મુજબ ગત વર્ષે ડિસેમ્બરમાં 16 હજારથી વધુ કંપનીઓનું રજીસ્ટ્રેશન થયુ છે.આ ચાલુ નાણાકીય વર્ષમાં કંપનીઓનાં રજીસ્ટ્રેશનનો બીજો સૌથી મોટો આંકડો છે.

આંકડા અનુસાર ગત વર્ષે ડીસેમ્બરમાં 25 ટકા વધુ કંપનીઓનું રજીસ્ટ્રેશન થયુ છે તેની અગાઉના મહિને એટલે કે નવેમ્બરમાં 12840 કંપનીઓનું રજીસ્ટ્રેશન થયુ હતું. આર્થિક વિશેષજ્ઞોનું કહેવુ છે કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકારે છેલ્લા આઠ વર્ષમાં કારોબાર અને રોજગારમાં ઝડપ લાવવા માટે જે ક્રમિક પગલા ઉઠાવવામાં આવ્યા છે. તેના પરીણામો આવવા લાગ્યા છે.

વિશેષજ્ઞોનું કહેવુ છે કે વેપાર કરવો સરળ કરવા સ્ટાર્ટઅપ ઈન્ડીયા, મુદ્રા યોજના, પીએલઆઈ યોજના સહીત જે તમામ પગલા ઉઠાવાયા છે તેનાથી પોતાનો વ્યવસાય શરૂ કરવો વધુ સરળ બની ગયુ છે.

સરકારના પ્રોત્સાહનની પણ અસર
એમાં કોઈ શક નથી કે કોરોનાના કારણે અનેક મોટી કંપનીઓ બંધ થઈ ગઈ છે. પરંતુ સરકારનાં પ્રોત્સાહનથી અનેક કંપનીઓ બહાર આવી રહી છે. આ પ્રોત્સાહનોમાં પીએલઆઈ યોજના, સ્ટાર્ટઅપ માટે ખાસ પહેલ સહીત તમામ સરકારી પ્રોત્સાહનથી લોકો કંપનીનું રજીસ્ટ્રેશન કરાવીને પોતાનો વ્યવસાય કરવાનું પસંદ કરે છે.

સેવાક્ષેત્રમાં સૌથી વધુ નવી કંપનીઓ
આંકડા મુજબ ડિસેમ્બરમાં સેવા ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓનું સૌથી વધુ રજીસ્ટ્રેશન થયુ છે. તેમાં વ્યવસાયી સેવા ક્ષેત્ર સાથે જોડાયેલી કંપનીઓની ભાગીદારી 26 ટકા રહી છે. નવી કંપનીઓનાં રજીસ્ટ્રેશનમાં ડિસઈન્વેસ્ટમેન્ટ ક્ષેત્રની ભાગીદારી 19 ટકા રહી છે. દેશમાં ડીસ ઈન્વેસ્ટમેન્ટ સીધી રીતે રોજગારી આપવામાં આગળ છે.