By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેરેબિયન ક્રૂઝમાં નોરો વાઇરસ ફેલાયો, 3000થી વધુ મુસાફરોમાંથી 115માં સંક્રમણ ફેલાયો
    3 days ago
    ટ્રમ્પની ઈરાનને ચેતવણી, ‘પ્રોજેક્ટ ફ્રીડમ પ્લસ’ તૈયાર; આજે રાત્રે આવનારા એક પત્ર પર દુનિયાની નજર!
    3 days ago
    ‘ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાની એરફોર્સને અમે મદદ કરી હતી..’, ચીને પહેલીવાર સત્ય સ્વીકાર્યું
    4 days ago
    અમેરિકા સામે કરગરવા લાગ્યું પાકિસ્તાન, કહ્યું – જપ્ત કરેલા ઈરાની જહાજમાંથી અમારા લોકોને છોડી દો
    4 days ago
    પુતિનની સુરક્ષા માટે કરાઈ અભેદ્ય કિલ્લેબંધી, જાણો હત્યાનો ડર કે રશિયામાં સત્તા પલટાનો ખતરો
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઑફની રેસમાંથી બહાર: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ 2 વિકેટથી હરાવ્યું
    17 hours ago
    મનાલી નજીક ગુજરાતી પરિવારની કાર ખાઈમાં ખાબકી, 6નાં મોત
    17 hours ago
    એક વર્ષ સોનું ન ખરીદો: વિદેશ પ્રવાસ પણ ટાળવા વડાપ્રધાન મોદીની અપીલ
    17 hours ago
    ‘દુનિયાની કોઈપણ શક્તિ ભારતને દબાવી શકે નહીં’
    17 hours ago
    બંગાળના CM બનતાં જ પ્રથમ કેબિનેટમાં શુભેન્દુ સરકારના મોટા નિર્ણય, બોર્ડર હવે BSFને હવાલે
    18 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL માં વિવાદ, MI સામે જીત બાદ RCB સ્ટાર ટિમ ડેવિડનો અશ્લીલ ઈશારો
    19 hours ago
    IPLમાં મહેસાણાના ઉર્વિલ પટેલનો સપાટો: 13 બોલમાં ફિફ્ટી ફટકારી, ચિઠ્ઠીમાં લખ્યું હતું- This is for you, Papa
    19 hours ago
    યશસ્વી જયસ્વાલ અને શેફાલી વર્મા મુસીબતમાં! NADAએ ફટકારી નોટિસ, શું IPL વચ્ચે લાગશે પ્રતિબંધ?
    3 days ago
    ટીમ ઈન્ડિયામાં થશે સત્તા પરિવર્તન! સૂર્યાનું પત્તું કાપી T20 માટે શ્રેયસ નવો કેપ્ટન બનશે તેવી ચર્ચા
    4 days ago
    દારૂ પીને ગાડી ચલાવતા ઝડપાયો ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ સ્ટાર ખેલાડી! કોર્ટમાં ગુનાની કબૂલાત કરવા પણ તૈયાર
    5 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    6 days ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    2 weeks ago
    બોક્સ ઓફિસ પર હોલિવૂડ ફિલ્મ ‘માઈકલ’નો ‘મૂનવોક’! ઓપનહાઈમરનો રેકોર્ડ તોડ્યો, જાણો કમાણીના આંકડા
    2 weeks ago
    102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા… સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ
    3 weeks ago
    સલમાનની માતૃભૂમિ ફિલ્મને હજુ સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાકી
    4 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    6 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    6 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    7 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમરેલીની ઘટનામાં ભાજપના અસંતુષ્ટો જ અસલ ખેલાડી !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > અમરેલીની ઘટનામાં ભાજપના અસંતુષ્ટો જ અસલ ખેલાડી !
રાજકોટ

અમરેલીની ઘટનામાં ભાજપના અસંતુષ્ટો જ અસલ ખેલાડી !

Khaskhabar Editor
Last updated: 2025/01/22 at 6:13 PM
Khaskhabar Editor 1 year ago
Share
5 Min Read
SHARE

સમગ્ર મામલે સૌરાષ્ટ્રના ભાજપના ત્રણેક દિગ્ગજ નેતાઓની મુખ્ય ભૂમિકા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

અમરેલી લેટરકાંડમાં પાટીદાર દિકરી પાયલ ગોટીનો જાહેરમાં સરઘસ કાઢવામાં આવતાં પાટીદારો ભાજપ સરકારથી ભારોભાર નારાજ છે. આ પ્રકરણમાં સીટની રચના કરાયા પછીય આ વિવાદ શમ્યો નથી. આ મુદ્દે સરકારે ભારે બદનામી વ્હોરવાનો વારો આવ્યો છે. હકીકતમાં ચર્ચા એવી છેકે, લેટરકાંડ મુદ્દે સરકારને સાણસામાં ફસાવવા ખુદ ભાજપના જ અસંતુષ્ટો પડદા પાછળના અસલી ખેલાડી છે. પાટીદાર દિકરીને ન્યાય લડનાર કોંગ્રેસ તો માત્ર રાજકીય મહોરું જ છે. આમ, ઘર કા ભેદી લંકા ઢાયે જેવી સ્થિતી સર્જાઇ છે.
પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય આપો તેવા મુદ્દે સૌરાષ્ટ્રભરમાં દેખાવો-વિરોધ પ્રદર્શન થઇ ચૂક્યાં છે. હજુય આ મુદ્દો સળગતો રહ્યો છે. અત્યારે કોંગ્રેસમાં મેદાનમાં તો ઉતરી છે ત્યારે આખાય ખેલ પાછળ અસંતુષ્ટો દોરીસંચાર કરી રહ્યાં છે. ચર્ચા છેકે, ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરૂદ્ધ વાયરલ થયેલા પત્ર સાચો છે તે એફએસએલનો રિપોર્ટ કોંગ્રેસના નેતાઓ સુધી કેવી રીતે પહોંચ્યો? કોંગ્રેસના નેતાઓને આ જાણકારી કોણે આપી? કોંગ્રેસના નેતાઓને ભાજપની રજેરજની માહિતી કોણ પહોંચાડે છે? કોંગ્રેસના બંધને અંદરખાને કોણ સમર્થન આપી રહ્યુ છે તે સવાલ ઉઠ્યો છે.
કૌશિક વેકરિયા પોલીસ પાસેથી હપ્તા લે છે એવા અન્ય આરોપો સાબિત કરવા ખુદ ભાજપના અસંતુષ્ટો મેદાને પડ્યાં છે. આ સમગ્ર મામલે સૌરાષ્ટ્રના ભાજપના ત્રણેક દિગ્ગજ નેતાઓની મુખ્ય ભૂમિકા રહી છે.પાયલ ગોટીના બહાને પાટીદારોને સરકાર સામે મેદાને ઉતારી અસંતુષ્ટો રાજકીય બદલો લેવા સક્રિય બન્યાં છે. લેટરકાંડને પગલે સરકાર એટલી હદે હચમચી ઉઠી છેકે, સીટની રચના કરવી પડી છે.
નિર્લિપ્લરાયને તપાસ સોંપવી પડી છે. એક સરપંચ અને ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવા પડ્યાં છે. આમ છતાંય પાટીદારોને સંતોષ નથી. સૌરાષ્ટ્રમાં હાલ આ મુદ્દે રાજકીય ઘમાસાણ જામ્યુ છે ત્યારે ખુદ ભાજપ પ્રદેશ નેતાગીરી પણ ડંમેજકંટ્રોલ કરવામાં ઉણી ઉતરી છે. નવા પ્રદેશ પ્રમુખની વરણી થાય, મંત્રીમંડળનું વિસ્તરણ થાય ત્યાં સુધી સરકાર અને પક્ષને બદનામી વ્હોરવી પડે તે માટે અસંતુષ્ટોએ આખોય રાજકીય કારસો રચ્યો હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. રાજકીય પંડિતો અનુમાન લગાવી રહ્યાં છેકે, લેટરકાંડ ધારાસભ્ય કૌશિક વેકરિયા લઇ ડૂબશે. મંત્રીમંડળના વિસ્તરણ થશે તો વેકરિયાને નાયબ દંડક પદ ગુમાવવું પડે તો નવાઇ નહી.
અમરેલી લેટરકાંડમાં પોલીસની કામગીરી પણ શંકાસ્પદ બની રહી છે. મોડી સાંજ પછી મહિલાને પકડી શકાય નહીં,જાહેરમાં સરઘસ કાઢી શકાય નહી તેવા કાયદાથી ખાખી વર્દી અજાણ હોય તે વાત ગળે ઉતરે તેમ નથી. આમ છતાં પાટીદાર દિકરી પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું તે મુદ્દે એવા સવાલ ઉઠ્યાંકે, આ બધુ ગાંધીનગરના ઇશારે થયું કે પછી ભાજપના ધારાસભ્ય કૈાશિક વેકરિયાને રાજી રાખવા પોલીસે આ કરતૂત કર્યું? તે રહસ્ય ઉજાગર થઇ શક્યુ નથી.

- Advertisement -

પાયલ ગોટી, પોલીસ કર્મચારીઓ અને જેલહવાલે થયેલા આરોપીઓનાં નિવેદનો લેતા DIG નિર્લિપ્ત રાય

ખાસ-ખબર ન્યૂઝ અમરેલી

- Advertisement -

અમરેલી જિલ્લામાં ચકચારી બનેલા નકલી લેટરકાંડ મામલે અમરેલી પોલીસ સામે પાયલ ગોટીને માર મારવા તથા તેણીનું જાહેરમાં સરઘસ કાઢવાના મુદે પાયલ ગોટી દ્વારા પોલીસ સામે આક્ષેપ કરેલ હતા. જેના પગલે પાયલ ગોટીએ રાજ્ય પોલીસ વડાને કરેલ ફરિયાદના મુદે તપાસ કરવા માટે છેલ્લા બે દિવસથી ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલના ડી.આઇ.જી. નિર્લિપ્ત રાય અમરેલી આવ્યા હતા.
અત્રેના સર્કિટ હાઉસ ખાતે તપાસનો ધમધમાટ શરૂ કરેલ હતો. અને સતત બે દિવસ તપાસ બાદ એસ.એમ.સી.ની ટીમ તપાસ પુર્ણ કરી અમરેલીથી રવાના થઇ હતી. તપાસના બીજા દિવસે એસ.એમ.સીની ટીમ દ્વારા આ બનાવના જેલ હવાલે રહેલાં આરોપીનીની પણ પુછપરછ કરવામાં આવ્યાનું જાણવા મળેલ છે.
ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલના ડી.આઇ.જી. નિર્લિપ્ત રાય અમરેલી આવ્યા બાદ અમરેલી પોલીસ સામે ફરિયાદ કરનાર પાયલ ગોટીનું નિવેદન અત્રેના સર્કિટ હાઉસ ખાતે નોંધાયું હતું. અને લાંબી પુછપરછ બાદ આ બનાવમાં લાગતા વળગતા પોલીસ કર્મીઓને પણ એક પછી એકના નિવેદન નોંધવામાં આવ્યા હતા.
ગઇકાલે બીજા દિવસે પણ આ કેસમાં લાગતા વળગતા લોકોને એક પછી એકને બોલાવી અને વધુ નિવેદન નોંધવાની કામગીરી આગળ ચાલી હતી. જ્યારે અમરેલી સહિત સમગ્ર ગુજરાતમાં ચકચારી બનેલા નકલી લેટરકાંડના મુખ્ય આરોપી હાલ જેલમાં રહેલાં આરોપીના નિવેદન લેવાં માટે જિલ્લા જેલ ખાતે પહોંચ્યા હતા. અને તેમના નિવેદન પણ નોંધ્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.
ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલના ડી.આઇ.જી. તથા સ્ટાફના લોકો તપાસ પુરી કરી અને અને એસ.એમ.સી.ની ટીમ અમરેલીથી રવાના થઈ હતી. આ તપાસનો રીપોર્ટ રાજ્યના પોલીસ વડાને સુપ્રત કરનાર હોવાનું જાણવા મળેલ છે. ત્યારે અમરેલીમાં છેલ્લા બે દિવસથી ભારે ચકચાર મચી જવા પામી હતી.

You Might Also Like

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા

20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ

TAGGED: amreli, BJP, Rajkot
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article હવે ચૂંટણી બાદ જ ગુજરાત ભાજપનું નવું સંગઠન બનશે
Next Article રાજકોટમાં પોલીસના નામે તોડ કરનાર શખ્સ સામે ગોંડલમાં વધુ એક ગુનો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો
બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી
પત્ની સાથે આડા સંબંધ ધરાવતા શખ્સની પાઇપ ફટકારી, ગળામાં કુહાડી ઝીંકી હત્યા
20મીએ થશે લોકાર્પણ, 600 મીટર લાંબા બ્રિજથી વાહન ચાલકોને ટ્રાફિકથી મળશે મુક્તિ
866 જર્જરિત મિલકતોને મનપાની નોટિસ, જોખમી બાંધકામો દૂર કરવા કડક આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મિશ્ર ઋતુની અસર: અઠવાડિયામાં સામાન્ય તાવ, શરદી-ઉધરસના 1400થી વધુ કેસ

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

પીએમ મોદીના કાર્યક્રમમાં જોડાવા રાજકોટથી ભાજપના કાર્યકરોનો મહાસંગમ ઉમટ્યો

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
રાજકોટ

બેડલા ગામે પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા કરી લાશ સ્મશાનમાં દાટી દીધી

Khaskhabar Editor Khaskhabar Editor 17 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?