95 ફલેટ ધારકોના રહેવાસીઓેની મેયર-મનપા કમિશનરને રજૂઆત
ભાડાં ભરવા કે પાણીનાં ટેન્કરના પૈસા ચુકવવા: મીરા વોરા
વીડિયો જોવા અહીં ક્લીક કરો
- Advertisement -
https://www.youtube.com/watch?v=LsH66jClCGc
ખાસ-ખબર સંવાદદાતા
ભારે ઉનાળા અને ગરમીને કારણે શહેરના અમુક વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ ગંભીર બની ગઈ છે. આજરોજ રાજકોટ મહાનગરપાલિકા ખાતે નાગેશ્વર વિસ્તારના રહેવાસીઓએ અમને પાણી આપો ના નારા સાથે મેયર અને મનપા કમિશ્નરને પાણીની સમસ્યાને દૂર કરવા માટે રજુઆત કરી હતી. હાથમાં બેનર્સ સાથે મોટી સંખ્યામાં રહેવાસીઓ મનપા કચેરીએ ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
પૂર્વ શહેર રાજકોટના મંત્રી મીરા વોરાએ નાગેશ્વર વિસ્તારની પાણી સમસ્યા અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, નાગેશ્વર વિસ્તારમાં 95 ફલેટ ધારકો એટલે કે અંદાજે 8000 થી વધુ લોકો વસવાટ કરે છે. આટલાં લોકો વચ્ચે અમને માત્ર 20 થી 30 ટકા જેટલું જ પાણી આપવામાં આવે છે અને એ પણ 3 દિવસે. ત્રણ દિવસમાં એકવાર પાણી આપે છે અને એ પણ ઓછી માત્રામાં તો ગૃહિણીઓને પણ તકલીફ પડી રહી છે. એક પાણીનું ટેન્કર મંગાવીએ તો 1300 જેટલી રકમ આપવી પડે છે ત્યારે ઘરના ભાડા ભરવા કે પછી રોજ 1300 રૂપિયાનું પાણી લેવું. સ્થાનિક કોર્પોરેટરનોને પણ રજુઆત કરી હતી પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. અમારી મેયર અને મનપા કમિશ્નરને એટલી જ રજુઆત છે કે અમને બસ પૂરતાં પ્રમાણમાં પાણી આપો.