ખાસ-ખબર સંવાદદાતા
સોમનાથ દર્શને આવતા હજારો શ્રદ્ધાળુ માટે વેરાવળ રેલવે સ્ટેશનમાં અપુરતી સુવિધા ને લઈને સિનિયર સિટીઝન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્યામભાઈ નાથાણીની આગેવાનીમાં જીતેન્દ્રભાઈ મહેતા, શૈલેષભાઈ શેઠ, અનિલભાઈ પુરોહિત, નરેન્દ્ર ભાઈ રામાણી, અનિષ રાચ્છ સહિતના આગેવાનોએ મુખ્ય રેલવે માસ્તર તેમજ એક કોપી રેલવે યાત્રી ક્ધસલન્ટ કમિટીના મુકેશભાઈ ચોલેરાને આવેદનપત્રથી જણાવેલ કે હાલ રેલ્વે યાત્રીમાં મોટાભાગે સિનિયર સિટીઝન તેમજ મહિલાઓ તેમજ દવાખાને જાતા દર્દીઓનો સમાવેશ થતો હોય ત્યારે વેરાવળ રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ ખુબજ લાંબુ હોય અને પ્રથમ મેઈન ગેટ પાસે બે ગેટ હોય ત્યારે ત્રીજો એક્ઝિટ ગેટ શરૂ કરવામાં આવે તેમજ લિફ્ટની અગવડતા હોય લાંબા પ્લેટફોર્મના હિસાબે તુરંતમાં બીજી લિફ્ટની વ્યવસ્થા થાય તેવી માંગણી કરી હતી.