અલગ-અલગ સ્ટેપ પર ઝૂમતા ખેલૈયાઓએ સૌના મન મોહી લીધા
ગરબા કિંગ મૃદુલ ઘોષ, અનિતા શર્મા, જયેશ દવેની જમાવટ
ખાસ-ખબર સંવાદદાતા
જગદંબાની આરાધનાના પર્વના છેલ્લા નોરતે અબતક સુરભિ રાસોત્સવમાં ખેલૈયાઓની સાથે સાથે વાગતા આયોજકોમાં પણ સૂરાતન ચડ્યું હતું. નવમા નોરતે અબતક સુરભિ રાસોત્સવમાં યુવાધનમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તાલના થનગનાટ સાથે યુવાઓએ ગરબાની રમઝટ માણી હતી. ત્યારે માતાજીના અબતક સુરભી રાસોત્સવમાં ખેલૈયાઓ અને કલાકારો મન મૂકીને ઝૂમ્યા હતા. રોજ માતાજીના ગીત પર વિવિધ સ્ટેપ રમી આનંદીત થઈ રહ્યા છે. અબતક-સુરભિમાં છલડો- ડાકલા- ભકિત- વંદે માતરમની છલકાતી જમાવટ જોવા મળી હતી. રસિયો રૂપાળો રંગરેલિયો, વા વાયાને વાદળ ઉમટ્યા, ચૌદ વરસની ચારણ ક્ધયા, મને એકલી જાણી ને કાને છેડી રે, હે જગજનની હે જગદંબા, નગર મે જોગી આયા, ટીટોડો, ડાકલા સહિત એકથી એક ચઢીયાતા પ્રાચીન અર્વાચીન ગરબા અને ગીતો ગાઈને ખેલૈયાઓને ડોલાવ્યા હતા.
એકથી એક ચઢીયાતા પ્રાચીન અર્વાચીન ગરબા અને ગીતો, સુપ્રસિધ્ધસ ઓર્કેસ્ટ્રા , એક લાખ વોટની અદ્યતન સાઉન્ડન સિસ્ટબમ, અલ્ટ્રાધ મોર્ડન ઇન્ટ્રુયમેન્ટસ, ચુનંદા સાજીંદાઓ વિશાળ અને સમથળ મેદાન, શિસ્તમ બધ્ધયતા, ખેલૈયાઓનો જોમ-જુસ્સોે વધાર્યો હતો.
અબતક સુરભિ નવરાત્રી ઉત્સવમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. નિર્ધારિત સમયે શરૂ થયેલા રાસોત્સવના પ્રારંભે ધર્મ સંસ્કૃતિની ઉપાસના અને આરતીથી શરૂ થયેલા રાસમાં હજારો ખેલૈયાઓ ગાયક કલાકારોના સૂર અને તાલના પાને કલાકો સુધી અવિરત રાસ રમતા રહ્યા હતા. અબતક સુરભીમાં ડે વન થી દરરોજ શ્રોતાઓ અને ખેલૈયાઓની સંખ્યામાં વધારાની પરંપરા અકબંધ રહી હતી. હૈયે હૈયું દળાય તેવી મેદની અને નાના બાળકથી લઈ યુવાનો અને મોટેરા ખેલૈયાઓએ વિવિધ વેશભૂષા અને પરંપરાગત શણગાર સાથે સુરભી રાસોત્સવની રોનક વધારી હતી. શરૂઆતથી કાર્યક્રમ પૂરો થયો ત્યાં સુધી નિરંતર આનંદ ઉત્સાહ સતત વધતો રહ્યો હતો. ખેલૈયાઓ કલાકારો અને આમંત્રિત મહેમાનો સાથે પ્રબુદ શ્રોતાઓ દ્વારા અબતક સુરભી પરિવારના રાસોસ્ત્સવની વ્યવસ્થા અને પારિવારિક માહોલની સરાહના કરી હતી.
રાજકોટમાં સૌપ્રથમવાર એમ.આઇ.બાર એન્ટ્રી ગેટનાં આકર્ષક કોન્સેપ્ટ સાથે અબતક-સુરભિ રાસોત્સવનો ભવ્ય પ્રારંભ થયો હતો. છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં ખેલૈયાઓનાં ફેવરીટ ડેસ્ટીનેશન તરીકે અબતક-સુરભિ રાસોત્સવની બોલબાલા વધતી રહી છે. મોકળાશથી ગરબે ઘૂમી શકાય તેવું વિશાળ અને સમથળ, ગ્રીન નેટવાળુ ગ્રાઉન્ડ, હાઇ ફાઇ સાઉન્ડસિસ્ટમ, રોશની ડેકોરેશન અને ખાસ તો જીલ એન્ટરટેઇન્મેન્ટ રાજકોટની બેસ્ટ ટીમનાં સથવારે અબતક સુરભિ રાસોત્સવનું આ વર્ષનાં જાજરમાન આયોજન માટે સિઝન પાસનું વેંચાણ શરૂ થઇ ચૂકયું છે. આયોજક સતીષભાઈ મહેતા, વિજયભાઈ વાળા, વિશુભાઈ વાળા, પંકજભાઇ સખીયા, ગૌરાંગભાઈ બુચ, નિલેશભાઇ પાઉં, હિરેનભાઈ અકબરી, જયેશભાઇ રાવરાણી, હિરેનભાઇ સોની, અશ્ર્વિન ભુવા, જીગર ભટ્ટ સહિતની ટીમ આ રાસોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. પ્રથમ નોરતે વિજેતા બનેલા પ્રિન્સ અને પ્રિન્સેસને લાખેણા ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર સાઉન્ડનાં સથવારે ઓરકેસ્ટ્રા જિલ એન્ટરટેઇન્મેન્ટનાં ધમાકેદાર પરફોર્મન્સને માણવા રાજકોટિયન્સમાં અબતક- સૂરભિ રાસોત્સવ-2023માં ગજબનો ઉત્સાહ વર્તાયો હતો.