સૌથી વધુ બનાવ 19 અને 21 ઓક્ટોબરે બન્યા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં હાર્ટ એટેક હાહાકાર મચાવી રહ્યો છે. દરરોજ હૃદય રોગના હુમલાથી મોતના બનાવો સામે આવી રહ્યાં છે. જે પ્રકારના આંકડા સામે આવી રહ્યાં છે તે પણ ચોંકાવનારા છે. છેલ્લા 6 દિવસ એટલે કે 17 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધીની વાત કરીએ તો રાજ્યમાં 30 જેટલા બનાવ બન્યા છે. જેમાં 13 વર્ષથી લઇને 72 વર્ષ સુધીની ઉમરના લોકોના જીવન આ હૃદય રોગના હુમલાએ છીનવ્યા છે. ઝોન પ્રમાણે જોઇએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ લોકોના જીવ હાર્ટ એટેકના કારણે ગયા છે. રાજ્યમાં દર મહિને હાર્ટ એટેકથી મોતના સમાચાર આવી રહ્યાં છે, જે ચિંતાજનક છે. ગરબા રમતી વખતે, કસરત કરતી વખતે કે પછી ચાલતા, ઘરે કામ કરતા કે ઓફીસ-દુકાનમાં કામ કરતી વખતે અથવા તો ઘરમાં બેઠાં બેઠાં હૃદય રોગના હુમલા આવવાના કિસ્સા વધી રહ્યાં છે. રાજ્યના આરોગ્ય વિભાગ અને હાર્ટ સ્પેશિયલિસ્ટ દ્વારા પણ જણાવવામાં આવી રહ્યું છેકે થોડું પણ અસ્વસ્થ અનુભવો તો તુરંત આપણી આસપાસ રહેલા લોકોને કે નજીકની હોસ્પિટલ પહોંચી જવા જણાવવામાં આવી રહ્યું છે. ગત 6 દિવસમાં હાર્ટ એટેકથી મોતના સૌથી વધુ બનાવ 19 અને 21 ઓક્ટોબરે નોંધાયા હતા. આ બન્ને દિવસે રાજ્યમાં 7-7 જીવનદીપ બુઝાયા હતા.
- Advertisement -
ઝોન વાઈઝ ક્યાં કેટલા લોકોના હાર્ટ એટેકથી મોત
17 ઓક્ટોબરથી 22 ઓક્ટોબર સુધીમાં ઉત્તર ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે છ લોકોએ જીવન ગુમાવ્યા છે. મધ્ય ગુજરાતમાં પણ 6 લોકોના મોત હાર્ટ એટેકના કારણે થયા છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં આ 6 દિવસ દરમિયાન 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. તો સૌરાષ્ટ્રમાં 10 લોકોના હૃદય ધબાકારા ચુકી ગયા છે. જે પ્રકારના આંકડા છેલ્લા 6 દિવસમાં સામે આવ્યા છે. તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ બનાવ બન્યા છે.
અત્યાર સુધીના આંકડા
- Advertisement -
તારીખ એટેકના બનાવ
17 ઓક્ટોબર 1
18 ઓક્ટોબર 6
19 ઓક્ટોબર 7
20 ઓક્ટોબર 4
21 ઓક્ટોબર 7
22 ઓક્ટોબર 5