મેગા ફાઇનલમાં મન મૂકીને ઝૂમતા ખેલૈયાઓ, વિજેતાઓ પર ઇનામોની વણઝાર
સફળ આયોજનના શિલ્પી એવા કોર કમિટી અને મેમ્બરોની ટીમને બિરદાવતા કલબ યુવીના ડાયરેક્ટરો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ક્લબ યુવી દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં આઠમા નોરતાની ભવ્ય મહાઆરતી બાદ ગઇકાલે અંતિમ દિવસે ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી અને મેગા ફાઇનલમાં વિજેતા ખેલૈયાઓને કલબ યુવીના ડાયરેક્ટરો અને સ્પોન્સર પરિવારોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ક્લબ યુવી નવરાત્રી મહોત્સવમાં નવમા નોરતે મેગા ફાઇનલ યોજાયો હતો. મેગા ફાઇનલમાં વેલ ડ્રેસ પ્રિન્સેસ ચિલ્ડ્રન ભાલોડી શાન્વી, વાછાણી ભક્તિ, વેલ ડ્રેસ પ્રિન્સ ચિલ્ડ્રન મારડીયા શિવમ સોલીયા સોમીત, ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે ગોવાણી જલ, કાસુન્દ્રા વીધી, ચિલ્ડ્રન પ્રિન્સ તરીકે વીરોજા નીશીત, મોલીયા હેત, વેલ ડ્રેસ પ્રિન્સેસ મેંદપરા જીલ, ઘેટીયા મિસરી, માકડીયા જીયા, વેલ ડ્રેસ પ્રિન્સ જીવાણી અમન, શાપરીયા દેવ, કાલરીયા દિપેન, પ્રિન્સેસ તરીકે મહુના પ્રિયંકા, મોડીયા રીતુ, કણસાગરા હેત્વી, પ્રિન્સ તરીકે ધુલેશીયા બ્રિજેશ, કણસાગરા હર્ષ, રામાણી ધવલ વિજેતા રહ્યા હતા. મેગા ફાઇનલમાં જજ તરીકે ચાર્મીબેન બદાણી, વિપુલ ભટ્ટ, હેમાક્ષી ભટ્ટ, વીર્તી સાંગાણી, તેજલ કોઠારી, હાર્દિક પરમાર, કંદર્પ ઓઝા, નીશીત પારેખ, દેવી તાંબોલી વિગેરેએ સેવા આપી હતી.
કલબ યુવીના નવમા નોરતે મેગા ફાઇનલમાં વિજેતા બનેલા ખેલૈયાઓને રાજનભાઇ વડાલીયા-નીશાબેન વડાલીયા, ક્લબ યુવીના ડાયરેક્ટરો તૃપ્તીબેન તથા જીજ્ઞેશભાઇ આદ્રોજા, સોનલબેન તથા વિજયભાઇ ડઢાણીયા, હિનાબેન તથા મુન્નાભાઇ ઘેટીયા, મેઘનાબેન તથા ડો. કલ્પેશભાઇ ઉકાણી, નયનાબેન તથા પ્રફુલભાઇ કાથરોટીયા, વૈશાલીબેન તથા સુરેશભાઇ ઓગણજા, રશ્મિબેન તથા બીપીનભાઇ બેરા, સંદીપભાઇ માકડીયા, મધુબેન તથા કાંતીભાઇ ઘેટીયા, રસીલાબેન તથા એમ.એમ.પટેલ ડિમ્પલબેન તથા સ્મિતભાઇ કનેરીયા, ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વાઇ.બી. જાડેજા, કૈલાસબેન તથા અમીતભાઇ પટેલ, ભાવીકાબેન તથા ભરતભાઇ ડઢાણીયા, ઉર્મિલાબેન તથા અમીતભાઇ ત્રાંબડીયા, જાગૃતિબેન તથા અલ્પેશભાઇ મકવાણા, આશાબેન તથા હર્ષિલભાઇ ખાચર, મનીષાબેન તથા જયેશભાઇ પટેલ, નીપાબેન તથા રાજેશભાઇ કાલરીયા, રાજેશ્રીબેન તથા હસમુખભાઇ ઠુંમર, પાર્થ ગરાળા, સુકેતાબેન તથા હર્ષદભાઇ ભોરણીયા, પૂર્વીબેન તથા પરેશભાઇ ચાંગેલા, સોનલબેન તથા હસમુખભાઇ ઉકાણી તરફથી વિજેતા ખેલૈયાઓને ઇનામો આપવામાં આવ્યા હતા.
ક્લબ યુવીમાં નવમાં નોરતે અતિથિ વિશેષ તરીકે બાન લેબ પરિવાર મૌલેશભાઇ ઉકાણી, સોનલબેન ઉકાણી, જય ઉકાણી, રાધા ઉકાણી, નટુભાઇ ઉકાણી, લવ ઉકાણી, ક્લબ યુવીના ડાયરેક્ટર વિજયભાઇ ડઢાણીયા, સોનલબેન ડઢાણીયા, સંદીપભાઇ માકડીયા, પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, ધારાસભ્ય મહેન્દ્રભાઇ પાડલીયા, કરણભાઇ શાહ, સરદાર ધામના પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરીયા, ઉપપ્રમુખ પરેશભાઇ ગજેરા અને ટ્રસ્ટીઓ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
બાય-બાય નવરાત્રીમાં આયોજક કલબ યુવીના સથવારે રાજકોટની વિવિધ કડવા પાટીદાર સંસ્થાઓ તથા સમાજના શ્રેષ્ઠીઓ, આગેવાનો, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો, સંસ્થાના સ્પોન્સર પરિવાર આ કાર્યક્રમમાં જોડાશે. કલબ યુવીના માધ્યમથી પાટીદાર સમાજના નાના માણસથી માંડીને ટોચના ઉદ્યોગપતિ સહિત તમામ પાટીદારો એક પ્લેટફોર્મ પર સંગઠીત થઇ પરિવાર સાથે નવરાત્રી મહોત્સવને બાય-બાય કરે તેવું બેનમુન આયોજન કરવામાં આવ્યું છે.