જાહેર સભામાં ખુલ્લેઆમ ભારતની પ્રશંસા સાથે હિન્દુસ્તાનને પણ સલામ કરી
ભારત અને અમેરિકાનું ગઠબંધન છે અને તેઓ પોતાને તટસ્થ કહે છે. પ્રતિબંધો હોવા છતાં ભારત રશિયા પાસેથી તેલ મેળવી રહ્યું છે, કારણ કે ભારતની વિદેશ નીતિ લોકોના ભલા માટે છે. ભારતને દિવસ-રાત નિંદા કરનાર પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન અચાનક જ ભારતના સૌથી મોટા પ્રશંસક બની ગયા. એક જાહેર સભામાં તેમણે ખુલ્લેઆમ ભારતની પ્રશંસા કરી અને હિન્દુસ્તાનને સલામ પણ કરી. ઈમરાન ખાનની બદલાયેલા તેવર જોઈને તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન ખૈબર પખ્તુનખ્વાના મલકંદ જિલ્લામાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. આ જાહેર સભામાં ઈમરાન ખાને ભારતના ભરપેટ વખાણ કર્યા. ઈમરાને કહ્યું કે ભારત અમેરિકા સાથે ક્વાડ નો ભાગ છે, તેમ છતાં તેઓ રશિયા પાસેથી તેલ આયાત કરી રહ્યા છે, આ ભારતની વિદેશ નીતિ છે.