વન રક્ષકની ભરતીને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. નવી ભરતી માટે રાજ્ય સરકાર દ્વારા નિયમોમાં સુધારા કરવા સહિત અન્ય નિર્ણય કરવામાં આવ્યા છે.
રાજ્ય સરકાર દ્વારા વન રક્ષકની ભરતીનાં નિયમોમાં સુધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે નવી ભરતી માટે નિયમોમાં સુધારા કરાશે. તેમજ નવી RR બનાવવા માટે સરકારમાં ચર્ચા કરવામાં આવશે.
- Advertisement -
જિલ્લા વાઇસ જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરાય છે
તેમજ જીલ્લા વાઈસ ભરતીનાં બદલે સેન્ટ્રલાઈઝ ભરતી કરવા માટે સુધારા કરાશે. તેમજ અત્યાર સુધી જીલ્લા વાઈસ જગ્યા ઉપર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી. ત્યારે આ સમગ્ર મામલે આગામી સમયમાં વિસંગતતાઓ દૂર કરવા માટે નવા નિયમો આગામી દિવસોમાં તૈયાર કરાશે.
ગત રોજ વન રક્ષકની ભરતીમાં 25 ટકા ઉમેદવાર બોલાવવાનો નિર્ણય કરાયો
- Advertisement -
વન રક્ષકની ભરતીમાં શારીરિક કસોટી માટે 25 ટકા ઉમેદવારોને બોલાવવાનો નિર્ણય કરાયો છે. અત્રે જણાવીએ કે, 8 ટકાને બદલે 25 ટકા ઉમેદવારોને બોલાવવા સરકારે સૂચના આપી છે. સાથો સાથ સરકારે ઉમેદવારોને ગુણ જાહેર કરવા માટે પણ હકારાત્મકતા દર્શાવી છે. વન રક્ષક ભરતી માટે ઉમેદવારોની માંગ અંગે મુખ્યમંત્રી કક્ષાએ ચર્ચા કરવામાં આવી છે
વન રક્ષકની કુલ 823 જગ્યા માટે ભરતી પરીક્ષા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ માટે Forest Guard વર્ગ-3 સંવર્ગની કુલ 823 સીધી ભરતી છે
અગાઉ 8 ગણા ઉમેદવારો બોલાવવાનો પરિપત્ર કર્યો હતો
શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના 8 ગણા મુજબ જિલ્લાવાઇઝ, કેટેગરીવાઇઝ અને મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લીકેશન કેટેગરી, કેટેગરીવાઇઝ કટઓફ માર્કસ તથા જગ્યા સામેની ટ્રીટેડ કેટેગરી રોલનંબરની કામચલાઉ યાદી તારીખ 31-7-2024 ના રોજ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવી હતી, જો કે હવે 25 ગણા બોલાવવાનો નિર્ણય લેવાયો છે.