સવારે સુઈને ઉઠ્યા બાદ કલાકો સુધી જો ભૂખ ન લાગે તો આ કોઈ બીમારીના લક્ષણ હોઈ શકે છે. મોટાભાગે તેના માટે સ્લો મેટાબોલિઝમ જવાબદાર હોય છે.
એક-બે કલાકની અંદર કરી લો બ્રેકફાસ્ટ
સવારે ઉઠ્યાના એક બે કલાકની અંદર બ્રેકફાસ્ટ કરવો જરૂરી હોય છે. જો તમને લાગે ત્રણ-ચાર કલાકની ભૂખનો અહસાસ નથી થઈ રહ્યો અને બ્રેકફાસ્ટ કરવાનું મન નથી થતું તો આ લક્ષણની અવગણના ન કરો. સવારના સમયે ભુખ ન લાગવી કોઈ હેલ્થ પ્રોબ્લેમની તરફ ઈશારો કરે છે.
- Advertisement -
આ કારણે પણ ન લાગે ભૂખ
જોકે ઘણી વખત રાત્રે હેવી ભોજન કરીને સુઈએ તો સવાર સુધી ડાઈજેસ્ટ નથી થતું. એવામાં ભુખ ન લાગવી નોર્મલ છે. પરંતુ સતત લાંબા સમય સુધી તમને સવારે ભુખ ન લાગે અને ભોજન બાદ સુસ્તી અનુભવાય તો આ કોઈ ક્રોનિક ડિસીઝના કારણે થઈ શકે છે.
હોઈ શકે છે હોર્મોનલ ફેરફાર
ઘણી વખત રાત્રે ધ્રેલિન અને લેપ્ટિન જેવા હોર્મોનમાં ઉતાર ચડાવ થાય છે જેના કારણે પેટ ભરેલુ રહેવાનો અહેસાસ થાય છે. આ હોર્મોન્સ મોટાભાગે આખીરાત બદલતા રહે છે. પરંતુ લાંબા સમય સુધી સવારે ભૂખ ન લાગવાની ફરિયાદ થાય તો તેની સારવાર કરવી જરૂરી છે.
એન્ઝાયટી અને ડિપ્રેશન
- Advertisement -
એન્ઝાયટી અને ડિપ્રેશન બન્ને ભૂખને પ્રભાવિત કરે છે. ઉંઘ ન આવવી, થાક, ડિપ્રેશનના કારણે મોટાભાગે ભૂખ નથી લાગતી. બ્રેકફાસ્ટના સમયે મોટાભાગે ભૂખ ન લાગવી ઉલ્ટી આવવી બીમાર લોકોની સાથે થાય છે.
જો તમે બીમાર છો
તાવ, શરદી, નિમોનિયા જેવી બીમારી થવા પર પણ મોટાભાગે સવારના સમયે ભૂખ નથી લાગતી. ફ્લૂ અને ઈન્ફેક્શનના કારણે ઘણી વખત ઉલ્ટી થાય છે અને સાથે જ ભૂખ ગાયબ થઈ જાય છે.
થાયરોઈડ
હાઈપોથાયરોઈડની સ્થિતિમાં ભૂખ ન લાગવી એક સમસ્યા છે. આ સ્થિતિમાં થાયરોઈડનું ફંક્શન રોકાઈ જાય છે.
ઓવેલ્યૂશન
મહિલાઓમાં ઓવેલ્યૂશનના ટાઈમ પર ભૂખ ન લાગવાની સમસ્યા થાય છે. જેમાં એસ્ટ્રોજન ફીમેલ હોર્મોન્સ વધી જાય છે અને ભૂખ નથી લાગતી.
લિવર ડિસીઝ
જે લોકોને લિવર યોગ્ય રીતે ફંક્શન નથી કરતું તેમને સવારના સમયે ભૂખ નથી લાગતી. તેના ઉપરાંત કિડની ડિસીઝ, એચઆઈવી, કેન્સર, હાર્ટ ફેલિયર જેવી સ્થિતિમાં બ્રેકફાસ્ટના સમયે ભૂખ નથી લાગતી.