કસરત કરતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે, જો કેટલીક સમસ્યા હોય તો ભૂલથી પણ કસરત ન કરવી જોઈએ. આનાથી શરીરને રિકવર થવામાં વધારે સમય લાગે છે.
આ સ્થિતિમાં ન કરવી જોઈએ કસરત
એમ તો વ્યાયામ કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે, પરંતુ શરીરમાં ઘણી વાર એવી સમસ્યાઓ હોય છે, કે ત્યારે આપણને કસરતની નહીં પણ આરામની જરૂર હોય છે. પણ તમને આમાંથી કોઈ પણ સમસ્યા હોય તો કસરત ન કરવી જોઈએ, નહીંતર શરીરને સ્વસ્થ થવામાં વધુ સમય લાગી શકે છે.
- Advertisement -
માથાનો દુખાવો
જો તમને માથાનો દુખાવો થતો હોય તો ભૂલથી પણ વર્કઆઉટ ન કરો. માથાનો દુખાવો એ શરીરના ડિહાઇડ્રેટેડ હોવાનું લક્ષણ છે. અથવા તમારું બ્લડ પ્રેશર વધારે છે. બંને જ સ્થિતિમાં માથાનો દુખાવો થાય છે, એટલે જો તમને માથાનો દુખાવો હોય તો કસરત ન કરો.
ગમાં ઈજા થઈ હોય
જો પગમાં ઈજા કે મચકોડ હોય તો કોઈપણ પ્રકારની કસરત ન કરવી જોઈએ. ઘણા લોકોને લાગે છે કે તેમના પગમાં ઇજા છે તો અપર બોડી વર્કઆઉટ તો કરી શકાય છે. પરંતુ આ સમયે કસરત કરવાથી તમારી ઇજાથી રીકવરી થવામાં વધારે સમય લાગશે. કારણ કે શરીરની એનર્જી ખતમ થઈ જાય છે અને રીકવરી થવામાં વધારે સમય લાગશે.
શરદી-ઉધરસ હોય ત્યારે
જો કોઈને શરદી કે ખાંસી હોય તો આવા સમયે પણ વર્કઆઉટ ન કરવું જોઈએ. કારણ કે આ સમયે રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે અને શરીર બહારના બેક્ટેરિયા સામે લડવા માટે પોતાની ઊર્જાનો ઉપયોગ કરી રહ્યું હોય છે. આવા સમયે વર્કઆઉટ કરવાથી તમને થાક અને નબળાઈનો અનુભવ થશે અને શરદી અને ઉધરસમાંથી સ્વસ્થ થવામાં સમય લાગશે.
- Advertisement -
ઊંઘ પૂરી ન થઈ હોય ત્યારે
જો તમારી ઊંઘ પૂરી ન થઈ હોય, ત્યારે પણ તમારે વર્કઆઉટ કરવાનું ટાળવું જોઈએ. કારણ કે જ્યારે ઊંઘમાં ખલેલ પહોંચે છે ત્યારે શરીરને વધારે થાક લાગે છે અને આવા સમયે કસરત કરવાથી ઈજા થવાનું જોખમ રહે છે.
હાર્ટ રેટ વધારે હોય ત્યારે
જયારે તમારી હાર્ટ રેટ વધારે હોય ત્યારે કસરત ન કરી જોઈએ, કસરત કરવાથી એમ પણ હાર્ટ રેટ વધી જાય છે, અને જો પહેલેથી જ હાર્ટ રેટ વધારે હોય તો કસરત કરવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે.
દારૂ પીને
જો તમે દારૂ પીધો હોય તો કસરત ન કરો. કારણ કે તે શરીરને ડીહાઇડ્રેટ કરે છે અને શરીરને થકાવી નાખે છે. જેના કારણે વર્કઆઉટ કરતી વખતે ઈજા થવાનું અને સ્નાયુઓને નુકસાન થવાનું જોખમ રહે છે.
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. ખાસ-ખબર આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.