– સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડની બંધારણીય ખંડપીઠે કલમ રદ કરવાના નિર્ણયના વિરોધમાં થયેલી રીટ સામે પ્રશ્નો ઉઠાવ્યા
જમ્મુ-કાશ્મીરને ખાસ દરજજો આપતી કલમ 370ની નાબુદીને પડકારતી રીટમાં સુપ્રીમ કોર્ટે સીધો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે આર્ટીકલ 370એ કામચલાવ વ્યવસ્થા હતી તો કઈ રીતે તે કાયમી બની શકે! એક તરફ જમ્મુ-કાશ્મીરમાંથી આ કલમ રદ કરવાની પાંચમી વરસી આવી રહી છે તે સમયે જ સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડના નેતૃત્વની પાંચ જજોની બંધારણીય ખંડપીઠે તેને યથાવત રાખવાની દલીલોને વળતા પ્રશ્નો પુછીને ચિત્ર સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો હતો.
- Advertisement -
ઓગષ્ટ 2019માં કેન્દ્રની મોદી સરકારે સંસદમાં એક પ્રસ્તાવ મારફત આ કલમ રદ કરીને આ હેઠળ મળતા કેટલાક વિશેષાધિકાર પણ આપોઆપ રદ થયા હતા. આ કેસમાં અરજદાર વતી સિનિયર ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલે કલમ 370ને નાબુદ કરવાના નિર્ણયને ગેરબંધારણીય તથા ભેદભાવ ભર્યા ગણાવ્યો હતો. તેઓએ કહ્યું કે જમ્મુ-કાશ્મીર એ ભારતનું અવિભાજય અંગ છે છતાં પણ ભારત સાથેના તેના સંબંધો કલમ 370થી નિશ્ચીત થયા છે. જેને કોઈ વહીવટી નિર્ણયથી રદ થઈ શકે નહી. મુખ્ય ન્યાયમૂર્તિ ડી.વાય.ચંદ્રચૂડે વળતો પ્રશ્ન પૂછયો હતો અને કહ્યું કે આ કલમ 370 જે બંધારણ સભામાં નિશ્ચીત થઈ હતી તે બંધારણ સભાનીજ 1957માં અંત આવ્યો હતો.
જો કલમ 370 નાબુદ ન કરી શકાય તેવી તમારી દલીલો યોગ્ય ગણીએ તો વાસ્તવમાં તે એક કામચલાવ હતી તે પણ તેઓ સ્વીકારે છે તો તે કાયમી કઈ રીતે બની શકે અને બંધારણ સભા જ નથી તો પછી તે નિર્ણય પણ કોણ કરી શકે! તમો એ દલીલ કરો છો કે જમ્મુ-કાશ્મીરના લોકો પણ આ કલમ નાબુદ કરી શકે નહી તો અને બંધારણ સભાનું અસ્તિત્વ જ હશે નહી તો પછી તેનો અર્થ તેઓ શું કરો છો અને જો બંધારણ સભા જ નથી તો પછી રાષ્ટ્રપતિ પાસે કલમ 370 નાબુદીની સતા આવે જ છે. સુપ્રીમ કોર્ટ એ પણ જણાવ્યું કે જયારે જમ્મુ-કાશ્મીરમાં બંધારણીય જોગવાઈઓમાં રાષ્ટ્રપતિને પણ અમર્યાદીત સતા અપાઈ છે.