જૂનાગઢ એસઓજીની ફ્રોડના ગુના મામલે કાર્યવાહી
બોગસ પેઢીઓ બનાવી 22 બેંક ખાતામાં ફ્રોડની રકમ અંગે પૂછપરછ
- Advertisement -
એસઓજી પોલીસે જેલમાંથી કબ્જો મેળવ્યો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
સાયબર ફ્રોડ ગુનામાં પોરબંદરના હિરલબા જાડેજા અને તેના 2 સાગરીતની જૂનાગઢ એસઓજીએ ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. જૂનાગઢ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ. જે. બારડે ફરિયાદી બની પોરબંદરના હિરલબેન જાડેજા, તેના સાગરીતો નૈતિક માવાણી, હિતેશ ઓડેદરા તથા સચિન મહેતા સામે ફ્રોડનો ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદમાં જણાવેલ કે, હિરલબેન સહિતના આરોપીઓએ પૂર્વયોજિત કાવતરું કરીને ગયા જુલાઈ માસમાં ટેલીફોનિક સંપર્ક કરી અર્હમ કોમોડિટીના પ્રતાપભાઈ મહેન્દ્રભાઈ ભરાડ રહે. જૂનાગઢ વિઠ્ઠલેશ પલ્સ કોમોડિટીઝના પારસ જોશી તેમજ ભરત એન્ટરપ્રાઈઝના ભરત સુત્રેજને ગોડાઉન ખોલી નાના મોટા ધંધા કરવાનું પ્રલોભન આપી જૂનાગઢના દિવાન ચોક ખાતે મળ્યા હતા અને ત્રણેયના નામે ખોટા દસ્તાવેજ, ખોટા બીલો બનાવી તેના આધારે બોગસ પેઢીઓ ઊભી કરી હતી અને આ પેઢીઓના નામે સિક્કાઓ બનાવી તેની જાણ બહાર જીએસટી નંબર ઉપરાંત સર્ટિફિકેટ કઢાવી અલગ અલગ બેંકોમાં ખાતા ખોલાવી પ્રતાપ ભરાડ, ભરત સુત્રેજા, પારસ જોશીના બેંકના કોરા ચેકો અને આરટીજીએસ ફોર્મમાં સહી કરાવી લીધી હતી. બાદમાં 22 બેન્કો ખાતામાંથી ઈલેક્ટ્રોનિકના માધ્યમથી ઓનલાઈન નાણા ટ્રાન્સફર તથા વિડ્રોલ કરી રૂપિયા સગેવગે કરી સાયબર ફ્રોડની ઠગાઈના નાણાંનો આર્થિક લાભ મેળવી ગુનો આચર્યો હોવાની ફરિયાદના આધારે ગઈ તા. 30 મે ના રોજ જૂનાગઢ રેન્જ સાયબર પોલીસ સ્ટેશનમાં જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. સોમવારે જૂનાગઢ એસઓજીના તપાસનીશ પીઆઈ પી. સી. સરવૈયાએ ટ્રાન્સફર વોરંટના આધારે હિરલબેનનો જૂનાગઢ જેલમાંથી અને તેના 2 સાગરીતનો પોરબંદર જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી પુછપરછ હાથ ધરી હતી.
- Advertisement -
22 બૅન્કનાં ખાતામાં 83 સાયબર ક્ાઇમમાં ફરિયાદ નોંધાઈ હતી
જૂનાગઢ રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને પોરબંદર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ગઈ તારીખ 29 મે ના રોજ સાયબર ફ્રોડમાં સંડોવાયેલા બેંક ખાતા તથા પેઢીઓ મુદ્દે તપાસ કરવા જણાવ્યું હતું. જેના આધારે તપાસ કરતા પ્રતાપભાઈ ભરાડ, પારસભાઈ જોશી, ભરતભાઈ સુત્રેજાના નામની પેઢીઓ ખોલાવી અને ત્રણેથ વ્યક્તિ, પેઢીના નામે જૂનાગઢ જિલ્લાની ઇન્ડિયન બેંક, ઇન્ડિયન ઓવરસીઝ બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સીટી યુનિયન બેંક, ફેડરલ બેંક, એચડીએફસી બેંક અને અક્સિસ બેંક સહિત બેંકમાં કુલ 22 ખાતા ખોલવામાં આવ્યા હતા. આ તમામ બેંક ખાતાઓમાં કુલ 83 સાયબર કમ્પ્લેઇન નોંધાઈ હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
સાઇબર ક્રાઇમના ઝડપાયેલા આરોપીઓ
1) હિતેશ ભીમાભાઇ ઓડેદરા, ઉ. વ. 28 રહે. મૂળ ગામ કુછડી, હાલ રહે. બોખીરા, વ્રજવાટી ગયા સોસાયટી પોરબંદર, ભાડેથી હિરલબા જાડેજાના મકાનમાંનન2) સચિન કનકરાય મહેતા ઉ. વ. 47 રહે. સી 201, આદિનાથ એવન્યુ, જૈન સોસાયટી, એનએલ હાઇસ્કુલની બાજુમાં, નર્સિંગ લેન મલાડ વેસ્ટ મુંબઈ3) હિરલબા ભુરાભાઈ જાડેજા ઉ. વ. 60 રહે. સુરજ પેલેસ, હોટેલ કાવેરી પાસે પોરબંદર
આજે કોર્ટમાં રજૂ કરી ત્રણેયના રિમાન્ડ માંગશે
જૂનાગઢ રેંજ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ફ્રોડના ગુના સબબ ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી કબ્જો મેળવી હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા, સચિન મહેતાની ધરપકડ કરી પુછપરછ હાથ ધરવામાં આવી છે. વધુ તપાસ માટે ત્રણેય આરોપીને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.