હાલમાં જાીક્ષિંશસ-ટ માત્ર પ્રાઈવેટ હોસ્પિટલોમાં જ મળી રહી છે, હવે રસીકરણ કેન્દ્ર પર ઉપલબ્ધ બનશે
ખાસ-ખબર સંવાદદાતા
રશિયામાં બનાવવામાં આવેલ સ્પુતનિક વી, ટૂંક સમયમાં સરકારી રસીકરણ કેન્દ્રોમાં પણ ઉપલબ્ધ થશે. કોવિડ -19 વર્કિંગ ગ્રુપના અધ્યક્ષ ડો. એન.કે.અરોડાએ જણાવ્યું હતું કે આ રસી પણ નિ:શુલ્ક ઉપલબ્ધ કરાશે. “હાલ, સ્પુતનિક વી ફક્ત ખાનગી ક્ષેત્રમાં જ ઉપલબ્ધ છે. જોકે સપ્લાય આધારીત, અમે તેને અમારા મફત રસીકરણ કાર્યક્રમ હેઠળ લોકોને ઉપલબ્ધ કરાવવા માંગીએ છીએ. સ્પુતનિક વીને -18 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સંગ્રહ કરવી પડે છે. અરોડાએ જણાવ્યું કે પોલિયો રસી સંગ્રહિત કરવા માટે ઉપયોગમાં લેવાતી કોલ્ડ ચેન સુવિધાઓનો ઉપયોગ સ્પુતનિક વી સ્ટોર કરવા માટે કરવામાં આવશે. જેથી એ પણ સુનિશ્ર્ચિત થશે કે આ રસી દેશના ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચે. અરોડાએ કહૃાું કે પોલિયો રસીકરણને કારણે કેટલાક વિસ્તારોમાં હાલ કોવિડ રસીકરણની ગતિ ધીમી પડી છે. તેમણે કહૃાું, કોવિડ રસીકરણ કાર્યક્રમ આવતા સપ્તાહ સુધીમાં સુવ્યવસ્થિત બની જશે.’
તેમણે અમારા સહયોગી ટાઇમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાત કરતાં કહૃાું કે અત્યાર સુધીમાં 34 કરોડ ડોઝ લોકોને લગાવવામાં આવ્યા છે. ડો. અરોડાએ જુલાઈના અંત સુધીમાં બીજા 12 થી 16 કરોડ જેટલા ડોઝ લાગવાની સંભાવના વ્યક્ત કરી છે. જાન્યુઆરીમાં કેન્દ્રએ કહૃાું હતું કે રસી માટે પ્રાથમિક્તા જૂથોને આવરી લેતા જુલાઈના અંત સુધીમાં આશરે 50 કરોડ ડોઝ લગાવવામાં આવશે.