ગીત-સંગીતના તાલમેલ ઉપર દર્શકો આફરીન, મહેમાન તરીકે શહેરના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ
ખાસ-ખબર સંવાદદાતા
ડી.એચ. કોલેજના ગ્રાઉન્ડમાં યોજાયેલા સરગમી ગોપી રાસોત્સવમાં બીજા નોરતે અનેક મહાનુભાવો રાસોત્સવને માણવા ઉમટી પડ્યા હતા અને બહેનોને પ્રોત્સાહિત કરી હતી. બહેનોને રાસ રમતી નિહાળવા ડો. વલ્લભભાઈ કથીરિયા, હરેશભાઈ લાખાણી, જગદીશભાઈ ડોબરિયા, ડો. સિધ્ધાર્થભાઈ પટેલ, અપૂર્વભાઈ મણિયાર, રધુનંદનભાઈ સેજપાલ, મહેશ્ર્વરભાઈ પુજારી, રવિભાઈ ચંદારાણા, પરેશભાઈ પોપટ, કાન્તાબેન કથીરિયા, જયશ્રીબેન સેજપાલ, નેહાબેન પુજારી, કોમલબેન ચંદારાણા, મીનાબેન લાખાણી, ડો. નીતાબેન પટેલ, જ્યોતિબેન પોપટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સરગમ કલબના આ આયોજનને વખાણ્યું હતું.
ડી.એચ.કોલેજના મેદાનમાં જડબેસલાક સિક્યુરીટી પણ ગોઠવવામાં આવી છે. નવરાત્રીના બે દિવસમાં જ મન્સુર ત્રિવેદી પ્રસ્તુત મ્યુઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રાએ ધૂમ મચાવી દીધી છે. આ સંગીત સાથે મુંબઈના સિંગર હેમંત પંડ્યા અને અશ્વિની મહેતા ઉપરાંત સોનલ વાળા અને નિલેષ પંડ્યાએ માતાજીના ગરબા રજૂ કરી રહ્યા છે. ગીત સંગીતના તાલમેલ ઉપર દર્શકો પણ આફરીન પોકારી ઉઠયા હતા.
ત્રીજા નોરતે ગોપિરાસમાં મુખ્ય મહેમાન તરીકે અરવિંદભાઈ પટેલ, સુરેશભાઈ નંદવાણા, ભુપતભાઈ બોદર, રમેશભાઈ ટીલાળા, ડો. હેમાંગભાઈ વસાવડા, મુકેશભાઈ દોશી, રાકેશભાઈ પોપટ, ડી. કે.સખીયા, ગીરીશભાઈ ભીમાણી, ઉમેશભાઈ રાજ્યગુરુ, જગદીશભાઈ કોટડીયા, હરેશભાઈ લાખાણી, પરસોતમભાઈ કમાણી, છગનભાઈ ગઢિયા, ગીરધરભાઈ દોંગા, હેતલભાઈ રાજ્યગુરુ, રાજેશભાઈ કાલરીયા, કલ્પેશભાઈ પલાણ, યુસુફભાઈ જુણેજા, દિનકરભાઈ (રોકી), નારણભાઈ પરમાર, ધીરેનભાઈ લોટીયા, હરેશભાઈ વોરા, હરિસિંગભાઈ સુચરિયા, પ્રેમચંદભાઈ અગ્રવાલ, હરકાંતભાઈ કિયાડા, કમલકુમાર જૈન, શૈલેશભાઈ ખુંટ, રાજેન્દ્રભાઈ મહેતા, રવિભાઈ ભટ્ટ, મનીષભાઈ બાવરીયા, પ્રવીણભાઈ વસાણી, નીતિનભાઈ ખુંટ, હરિભાઈ પટેલ, જગદીશભાઈ બોઘરા, જશવંતસિંહ ભટ્ટી, બિપીનભાઈ ભૂવા, જગદીશભાઈ અકબરી, નેહલભાઈ શુક્લ, દિનેશભાઈ વિરાણી, ધીરુભાઈ શિંગાળા, માધવભાઈ દવે વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ રાસોત્સવને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, કનૈયાલાલ ગજેરા, મનમોહનભાઈ પનારા, સુરેશભાઈ દ્રેત્રોજા, કેતનભાઈ મિરાણી, ગુણવંતભાઈ ભટ્ટ, જયશ્રીબેન મહેતા, મિતલબેન ચગ, વૈશાલીબેન શાહ, હેતલબેન થડેશ્ર્વર અને કૈલાશબા વાળા સહિતનાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.