સુરેન્દ્રસિંહ વાળા અને ચંદુભા પરમારના હસ્તે ગુજરાતી ફિલ્મ તાંડવમનું ટીઝર રિલીઝ
ફિલ્મના હિરો પ્રભાતસિંહ રાજપુત તથા હિરોઇન પ્રિયંકા ચૂડાસમા ખેલૈયાઓ સાથે રાસ રમ્યા
ખાસ-ખબર સંવાદદાતા
સહિયર કલબમાં આદ્યશક્તિની આરતીથી બીજા નોરતાનો મંગલ પ્રારંભ થયો હતો. રાસના પ્રથમ દોરમાં અપેક્ષા પંડ્યાએ ખેલૈયાઓને સોરઠ અને ઉત્તર ગુજરાતના ગરબા પર ઝૂમાવ્યા હતા. જ્યારે બીજા દોરમાં રાહુલ મહેતાએ ધમાલ રાઉન્ડમાં બોલીવુડ કલેક્શનની સાથે દુહા-છંદની રમઝટ બોલાવી હતી.
રાસના ટુંકા રાઉન્ડની વચ્ચે આવતા બ્રેકમાં મંચ સંચાલનની જવાબદારી સંભાળતા એન્કર અને સિંગર તેજશ શિશાંગીયાએ બીજા નોરતે મા દુર્ગાના નવધા સ્વરૂપમાંના દ્વિતિય સ્વરૂપ બ્રહ્મચારીણી માતાજીની પુજાનું મહત્વ સમજાવ્યું હતું. તેમજ ખેલૈયાઓને ડી હાઇડ્રેશનથી બચવાના ઉપાયો અને સહિયરમાં તૈનાત ગોકુલ હોસ્પિટલના તબીબો અને મેડીકલ સુવિધાઓની માહિતી પણ આપી હતી. આગામી દિવસોમાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ તાંડવમના પ્રમોશન માટે ફિલ્મી સ્ટાર કાસ્ટ પ્રભાતસિંહ રાજપુત અને પ્રિયંકા ચુડાસમા ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા. ખેલૈયાઓને સંબોધિત કરતા ફિલ્મના હિરો પ્રભાતસિંહે કહ્યું કે, સહિયર મારા માટે લક્કી ગ્રાઉન્ડ છે. હું પણ આ જ ગ્રાઉન્ડમાં રાસ રમી આગળ વધ્યો છું. ત્યારબાદ ફિલ્મની સ્ટાર કાસ્ટે ફિલ્મનું ટીઝર લોન્ચ કરવા સહિયરના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા અને વાઇસ ચેરમેન ચંદુભા પરમારને અપીલ કરી હતી અને સહિયરની વિશાળ એલઇડી સ્ક્રીન પર હજારો ખેલૈયાઓએ તાંડવમનો પ્રોમો નિહાળ્યો હતો. રાસના દોરમાં અપેક્ષા પંડ્યા અને રાહુલ મહેતાએ ધમાલ ટીટોડો, ડાકલા અને છકડાની રંગત જમાવી હતી. તેમજ વંદે માતરમ ગાન સાથે રાસોત્સવને અલ્પવિરામ અપાયો હતો.
સહિયર રાસોત્સવના વિજેતાઓમાં પ્રિન્સ-પ્રિન્સેસ કેટેગરીમાં પ્રથમ ક્રમે યુવરાજસિંહ ચાવડા, વિશ્વા વાળા, દ્વિતિય ક્રમે પ્રતિક ચાવડા, માનસી સરવૈયા, તૃતીય ક્રમે હિમાંશુ જરીયા, વિશ્વા અને વેલડ્રેસમાં વનરાજસિંહ ઝાલા, વત્સલ ત્રિવેદી અને હિતાશા સોલંકી વિજેતા થયા હતા. જયારે બાળકોની પ્રિન્સ-પ્રિન્સેસ કેટેગરીમાં પ્રથમ ક્રમે મીથીલ સોલંકી, રીયા માકડીયા, દ્વિતિય ક્રમે ફેનીલ ડોબરીયા, પ્રથા ડોડીયા અને વેલડ્રેસમાં ચિરાગ લાલવાણી અને તનીષા બેલડીયા વિજેતા થયા હતા. જ્યારે બેસ્ટ પેરનો ખિતાબ રીટા સોમૈયા અને કશીશ સોમૈયા જીત્યા હતા. તમામ વિજેતાઓને મહેમાનો જયપાલસિંહ ગોહિલ, વિરદેવસિંહ જાડેજા, જનકસિંહ ગોહિલ, વજુભાઇ ઠુંમર, દિવ્યરાજસિંહ જાડેજા, રણધીરસિંહ જાડેજા, મનુભાઇ વઘાસીયા, જય પારેખ, જયદિપસિંહ ડોડીયા અને દિવ્યરાજસિંહ ચુડાસમાના હસ્તે ઇનામો આપવામાં આવ્યા હતા.