નિર્મળા રોડ પર આવેલા અંજલિ રેસ્ટોરન્ટમાંથી વાસી 5 કિલો ચણા, દાળ, સંભારાનો નાશ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં આજે વન વીક વન રોડ ઝૂંબેશ અંતર્ગત ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સોજીત્રાનગર માર્કેટ, શોપ નં.1માં આવેલા ઓમ શક્તિ ઢોસાની તપાસ કરતાં ત્યાંથી વાસી મેંદુવડા, દાળવડા, વગેરે મળીને કુલ 6 કિ.ગ્રા. પર સ્થળ નાશ કરવામાં આવ્યો તેમજ યોગ્ય સ્ટોરેજ, હાઈજીનિક કન્ડિશન જાળવવા તથા લાઇસન્સ બાબતે નોટિસ આપવામાં આવી જ્યારે “અંજલી રેસ્ટોરન્ટ” નિર્મલા રોડ, હનુમાન મઢી પાસેની તપાસ કરતાં વાસી શાક, દાળ, ચણા, સંભારો વગેરે મળીને કુલ 5 કિ.ગ્રા. પર સ્થળ નાશ કરાયો હતો. ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે શહેરના પેડક રોડથી સેટેલાઈટ ચોક તથા પાણીના ઘોડા પાસેના વિસ્તારમાં આવેલ ખાધ્યચીજોનું વેચાણ કરતાં કુલ 25 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી. જેમાં 5 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી.
- Advertisement -
ફૂડ વિભાગ ચોકલેટ બરફી અને ચટણીના નમૂના લેવાયા
ફૂડ વિભાગની ટીમ દ્વારા ચોકલેટ બરફી (લુઝ),શ્રી રામકૃપા ડેરી ફાર્મ, નુતનનગર શોપીંગ સેન્ટર, કોટેચા ચોક પાસે, કાલાવડ રોડ અને ઢોસા માટેની ટમેટાની ચટણી (લુઝ): ઓમ શક્તિ ઢોસા, સોજીત્રાનગર માર્કેટ, શોપ નં.1, ગોલ્ડન સુપર માર્કેટ સામેમાંથી નમૂના લીધા હતા.